લોકડાઉન-૪નું આ છે જામનગર જીલ્લાનું જાહેરનામું, જાણો કેવા કેવા છે પ્રતિબંધ, કેવી છે છૂટછાટ, વિસ્તારથી...
જામનગર : આખરે સરકારે છુટછાટ આપી દીધા બાદ નવા રંગ રૂપ
સાથે જામનગર કલેકટર દ્વારા નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. શું છે આ
જાહેરનામાંમાં પ્રતિબંધ ? બજાર ખુલવા-બંધ થવાનો કયો સમય નક્કી કરવામાં આવ્યો છે? કેવા કેવા નિયંત્રણ હળવા કરવામાં આવ્યા છે. કઈ કઈ સેવાઓ શરુ કરવાનો નિર્ણય લેવાયો
છે ? આ બધું જ અહી વિસ્તારથી જોઈએ,
લોકડાઉન ચારના જાહેરનામાંનું વિસ્તારથી વિવરણ આ પ્રમાણે
છે
જિલ્લામાં જાહેર કરવામાં આવેલ કંટેન્ટમેન્ટ
ઝોન માં ફકત આવશ્યક સેવાઓ જ સવારે આઠ વાગ્યાથી બપોરના ત્રણ કલાક સુધી
ચાલુ રાખી શકાશે. કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા શ્રમિકો , દુકાનદારો કે કર્મચારીઓ કન્ટેનમેન્ટ ઝોનની બહાર અવર-જવર કરી શકશે
નહીં. આ બંને પ્રવૃત્તિઓ સિવાયની અન્ય વ્યાપારીક પ્રવૃતિઓ જાહેર કરેલ કન્ટેનમેન્ટ
ઝોન બહારના વિસ્તારમાં સવારના આઠ વાગ્યાથી બપોરના ચાર વાગ્યા સુધી જ ચાલુ રહી શકશે .
આ ઉપરાંત સમગ્ર જામનગર જિલ્લાના વિસ્તારમાં કોરોના વાઈરસનું સંક્રમણ ન ફેલાય
તે હેતુથી કોઈપણ વ્યક્તિએ બિનજરૂરી રીતે ઘરની બહાર
નીકળવું નહી કે અવર - જવર કરવી નહી અને લોકડાઉનના નિયમોની ચુસ્તપણે અમલવારી કરવાની
રહેશે. કોઈપણ વ્યક્તિ-સંસ્થા
કોરોના વાયરસ અંગેની કોઈપણ પ્રકારની અફવા કે પ્રિન્ટ સોશ્યલ મીડીયામા ફેલાવશે તો તે ગુન્હો ગણાશે અને તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી
કરવામાં આવશે. જો કોઈ નાગરીક
જાહેર થયેલ કોરોના વાયરસ પોઝીટીવ વિસ્તાર-દેશમાંથી આવ્યો હશે તો તેમણે નજીકમાં સરકારી
હોસ્પીટલ અથવા શહેર-જિલ્લાના કંટ્રોલરૂમના ફોન નંબર ૦૨૮૮-૨૫૫૩૪૦૪ અથવા હેલ્પલાઈન
નંબર ૧૦૪ પર જાણ કરવાની રહેશે. આ પ્રક્રિયા બાદ વહીવટી વિભાગની સુચના અનુસાર હોમ
કોરન્ટાઈન કે આઈસોલેશનનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે જો તેમ કરવામાં નહીં આવે તો જે તે વ્યક્તિને ફરજીયાત પણે જિલ્લાના કોરન્ટાઈન વોર્ડમાં ખસેડી
ધી એપેડેમીક ડીસીઝ એકટ મુજબ દંડનીય અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે .
સમગ્ર જામનગર જિલ્લામાં સમાવિષ્ટ
વિસ્તાર આ ક્રિયાઓ પ્રતિબંધિત રહેશે
1 ) સુરક્ષા હેતુઓ , ઘરેલુ તબીબી સેવાઓ , ઘરેલુ એર એબ્યુલન્સ તેમજ ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા મંજુરી આપવામાં આવેલ હોય તે સિવાયની મુસાફરોની ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય
હવાઈ મુસાફરી .
2 ) તમામ સરકારી કે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ , કોલેજ ,
શાળા , ટયુશન કલાસીસ , રીસર્ચ , તાલિમ અને કોચિંગ વિગેરે સંસ્થાઓ બંધ રહેશે
( વહિવટી કાર્યાલય ચાલુ રાખી શકાશે ) ઓનલાઈન તેમજ ડિસ્ટન્સ લર્નીગ ચાલુ રહી શકશો અને તેને પ્રોત્સાહન આપવાનું રહેશે. જિલ્લામાં આવેલ હોટલ , રેસ્ટોરન્ટ અને આતિથ્ય સેવાઓ ( હોસ્પિટાલિટી ) સેવાઓ બંધ રહેશે ,
જો કે આરોગ્ય , પોલીસ ,
સરકારી અધિકારીઓ , હેલ્થકેર વર્કસ , યાત્રીઓ સહિતના ફસાયેલ વ્યક્તિઓ તેમજ ક્વોરન્ટાઈનની સુવિધા માટે ઉપયોગમાં લેવામાં આવતી હોસ્પિટાલિટી
સેવા ચાલુ રહી શકશે . બસ ડેપો , રેલવે સ્ટેશન તેમજ એરપોર્ટ ઉપર આવેલ કેન્ટીનો ચાલુ રહી શકશે.
(૩) જિલ્લામાં આવેલ તમામ રેસ્ટોરન્ટ , હોટલમાં આવેલ રેસ્ટોરન્ટ તેમજ ભોજનાલયમાં ડાઈનિંગની સુવિધા આપવાની રહેશે નહી પરતું પાર્સલ સેવા ઉપલબ્ધ કરી શકાશે . સંચાલકોએ
પાર્સલ સુવિધા આપતી વખતે કોરોના વાયરસ ( કોવીડ – ૧૯ ) ને ફેલાતો અટકાવવા માટે સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ
માર્ગદર્શિકા મુજબ સેનીટાઈઝેશન તેમજ સાફ સફાઈની જરૂરી વ્યવસ્થા કરી પુરતી તકેદારી રાખવાની
રહેશે.
(4 ) સિંગલ સ્ક્રીન અને
મલ્ટી સ્ક્રીન ધરાવતા સિનેમા હોલ્સ બંધ રાખવાના રહેશે.
(5 ) તમામ મોલ્સ , શોપિંગ મોલ્સ , જીમખાના ,
સ્નાનાગાર , આનંદપ્રમોદની જગ્યા , થિયેટર , ઓડિટોરીયમ ,
સભાખંડ અને આવા તમામ પ્રકારના સ્થળો પર પ્રતિબંધ રહેશે. રમત - ગમત સંકુલ તેમજ
સ્ટેડિયમ જે તે વિસ્તારના ઈન્સીડન્ટ કમાન્ડરની મંજુરી
મેળવવાની શરતે પ્રેક્ષકો વિના ખુલ્લા રાખી શકાશે.
6 ) જાહેર બગીચા , પ્રાણી સંગ્રહાલય ( ઝુ ) , વોટર પાર્ક , એમ્યુઝમેન્ટ પાર્ક , આર્કોલોજીકલ સાઈટ્સ , બીચ તેમજ અન્ય પ્રવાસી સ્થળો ઉપર પ્રતિબંધ રહેશે.
7 ) તમામ સામાજીક-રાજકીય , રમત-ગમત , મનોરંજન-શૈક્ષણિક , સાંસ્કૃતિક , ધાર્મિક કાર્યક્રમો કે અન્ય મેળાવડાઓ-સંમેલનો .
8 ) તમામ ધાર્મિક સ્થળો , પુજાના સ્થળો-પ્રાર્થના બંદગીના સ્થળો
નાગરિકો માટે બંધ રહેશે. તમામ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો-મેળાવડાઓ
પર પ્રતિબંધ રહેશે.
9 ) બિન આવશ્યક પ્રવૃતિઓ માટે સાંજના સાત વાગ્યાથી સવારના ૦૭.૦૦ વાગ્યા
સુધી વ્યક્તિઓની અવર - જવર પર સંપૂર્ણપણે પ્રતિબંધ ( રાત્રી કર્ફયુ ) રહેશે તેમજ તેનું કડકપણે
પાલન કરવાનું રહેશે .
10 ) શાકભાજી ,
ફળો વેચતા ફેરીયાઓ ( Street Vendors ) સિવાયના ફેરીયાઓ ( Street Vendors ) વેચાણ અર્થે નીકળી શકશે નહી.
11 ) સીટી બસ સર્વિસ કે ખાનગી બસ સર્વિસ પ્રતિબંધિત રહેશે.
12 ) ૬૫ વર્ષથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિઓ , ગંભીર બીમારી હોય તેવી વ્યક્તિઓ , સગર્ભા મહીલાઓ તેમજ ૧૦ વર્ષથી નીચેના બાળકોએ
આવશ્યક જરૂરીયાતો તેમજ આરોગ્ય હેતુથી બહાર નીકળવું અત્યંત જરૂરી હોય તે સિવાય ઘરે જ રહેવાનું રહેશો .
કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં આ
પ્રવૃતિઓ નિર્ધારીત નિયંત્રણો સાથે કરી શકાશે.
1 ) તમામ પ્રકારના ઉદ્યોગો તથા કારખાના ચાલુ રાખી શકાશે. સતત પ્રક્રિયા
વાળા તેમજ લોક-ઈન સુવિધા વાળા ઉદ્યોગો તેમના
કામદારોની અવર - જવર સાંજે સાત વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધીમાં ન થાય તે રીતે ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ ચાલુ રાખી શકાશે .
2 ) બજાર વિસ્તાર ( Market area ) ની દુકાનો-શોપીંગ
કોમ્લેક્ષ ( Shopping Complex ) માં આવેલ દુકાનો કે જે એકી મિલ્કત નંબર ( Odd property number ) ધરાવે છે તેવી દુકાનો એકી નંબરની તારીખે ( Oad dates ) ખુલ્લી રાખી શકાશે અને બેકી
મિલ્કત નંબર ( Ever property number )
ધરાવે છે તેવી દુકાનો બેકી નંબરની
તારીખે ( Even -dates ) ખુલ્લી રાખી શકાશે . પરંતુ દુકાનોમાં એક સાથે પાંચ ( ૫ ) થી વધુ
માણસોને પ્રવેશ આપી શકાશે નહીં . દુકાનો કે જે એક
કરતા વધારે મિલ્કત નંબર ( Multiple
property number ) ધરાવે છે તેવી
દુકાનો એકી નંબરની તારીખે ( Oad
dates ) ખુલ્લી રાખી શકાશે . આ સિવાયની Standalone & neighbourhood દુકાનો દરરોજ ખુલ્લી શકાશે. એકી - બેકી
તારીખે દુકાનો ખુલ્લી રાખવા સંબંધે મહાનગરપાલિકા વિસ્તાર માટે કમિશ્નર, જામનગર મહાનગરપાલિકા, નગરપાલિકા વિસ્તારો માટે સંબંધિત ચીફ ઓફીસરશ્રી , તેમજ ગ્રામ્ય વિસ્તારો માટે જે તે સંબંધિત ગ્રામ પંચાયતે અમલવારી કરાવવાની રહેશે.
3 ) કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં પાનની દુકાન ચાલુ રાખી શકાશે
પરંતુ સોશ્યલ ડિસ્ટન્સીગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે
તેમજ માત્ર Take away ની મંજુરી રહેશે .
4 ) વાણંદની દુકાનો , હેર કટીંગ સલુન , બ્યુટી પાર્લર સામાજીક અંતરનું પાલન કરવાની શરતે ચાલુ રાખી શકાશે .
5 ) ૬૦ % કેપેસીટી સાથે લાયબ્રેરી શરૂ કરી શકાશે .
6 ) ગુજરાત રાજય પરીવહનની બસો રાજય સરકારની સુચના અનુસાર કાર્યરત રહેશે
.
9 ઓટો રીક્ષા , કેન્સ , ટેકસીસ ,
કેબ એગ્રીગેટર્સ તેમજ ખાનગી કાર એક
ડ્રાઈવર તથા ૨ ( બે ) મુસાફર સાથે પરીવહન કરી શકશે તેમજ ટુ -
વ્હીલરમાં માત્ર એક જ વ્યક્તિ અવર - જવર કરી શકશે .
8 ) શહેરી વિસ્તારની હદ બહાર રોડ સાઈડ ઉપરના ઢાબા ચાલુ રાખી શકાશે .
9 ) પ્રાઈવેટ ઓફીસો મહતમ ૩૩૪ કર્મચારીની ક્ષમતા સાથે કન્ટેનમેન્ટ ઝોનની
બહારના વિસ્તારમાં ચાલુ રાખી શકાશે .
10 ) તમામ પ્રકારની રીપેરીંગની દુકાનો , ગેરેજ ,
વર્કશોપ અને સર્વિસ સ્ટેશનો
કન્ટેનમેન્ટ ઝોનની સિવાયના વિસ્તારમાં ચાલુ રાખી શકાશે.
[ 3 ] જાહેર સ્થળો-કામના સ્થળો ઉપર લોકોએ માસ્ક પહેરવા-ચહેરો ઢાકવાનો
રહેશે . તેમજ જાહેર જગ્યા પર થુકવાનું " રહેશે નહી જેના ભંગ બદલ રૂ .૨૦૦ નો દંડ જે તે સ્થાનિક સત્તા મંડળના
અધિકારીએ વસુલવાનો રહેશે . આ ઉપરાંત જે તે તાલુકાના ઈન્સીડન્ટ કમાન્ડર દંડ વસુલવા માટે જરૂર જણાયે
વધારાના અધિકારીઓને અધિકૃત કરી શકશે .
[ ૪ ] ભરેલ માલવાહક અને ખાલી માલવાહક વાહનો રાજય અને આંતર રાજયમાં
પરીવહન કરી શકશે .
[ ૫ ] પ્રતિબંધિત પ્રવૃતિઓ સિવાયની પ્રવૃતિઓ માટે કોઈ અલાયદા પાસ-મંજુરી
લેવાની જરૂરીયાત રહેશે નહીં.
[ ૬ ] કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ
પ્રોટોકોલ જારી કરવામાં આવેલા છે . તે તમામનું પાલન કરવાનું રહેશે .
[ ૭ ] જિલ્લામાં આવેલ મેડીકલ સ્ટોર્સ-ફાર્મસીને આ જાહેરનામાંમાં
દર્શાવેલ સમયમર્યાદા લાગુ પડશે નહી.
આ જાહેરનામું કોને લાગુ નહિ પડે
1 ) આ જાહેરનામું સરકારી ફરજ ઉપરના કર્મચારી અથવા કામગીરીમાં હોય તેમજ
હોમગાર્ડ કે અન્ય સરકારી અથવા અર્ધ સરકારી એજન્સી તેમજ આરોગ્યલક્ષી સેવા સાથે સંકળાયેલ જેઓ
કાયદેસરની ફરજ ઉપર હોય તેવાને લાગુ પડશે નહીં .
૨) સરકાર દ્વારા હુકમથી જાહેર કરવામાં આવેલ આવશ્યક સેવાઓ .
3 ) ભારત અને રાજય સરકાર દ્વારા મુક્તિ આપવામાં
આવેલ અને હવે પછી આપવામાં આવનાર મુક્તિ સેવાઓને લાગુ પડશે નહી. આ જાહેરનામું સમગ્ર
જામનગર જિલ્લાના વિસ્તારમાં લાગુ પડશે. જેનો અમલવારીનો સમય તા ૧૯/૫/૨૦૨૦થી બીજો
હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહશે.
આ લોકોને મુક્તિ આપવામાં આવશે
1 ) આ જાહેરનામું સરકારી ફરજ ઉપરના કર્મચારી અથવા કામગીરીમાં શ્રેય
તેમજ હોમગાર્ડ કે અન્ય સરકારી અથવા અર્ધ સરકારી
એજન્સી તેમજ આરોગ્યલક્ષી સેવા સાથે સંકળાયેલ જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેવાને લાગુ પડશે નહીં ,
2 ) આ ઉપરાંત ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ આવશ્યક સેવાઓ અને સરકારે મુક્તિ આપેલ હોય કે હવે પછી મુક્તિ આપવામાં આવે તે તમામ બાબતો અને સૈધાંતિક નિર્ણયોને મુક્તિ આપવામાં આવશે
જાહેરનામું ભંગ કરનાર સામે પગલા
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ
વિરુધ્ધ પગલા લેવા માટે ધી એપેડેમીક ડીસીઝ એકટ -૧૮૯૩ ની કલમ -૩ , ભારતીય દંડ સહિતાની કલમ -૧૮૮ , ૨૭0 , ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ -૧૩૯ મુજબ તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઍકટ -૨૦૦૫ ની કલમ ૫૧ થી ૫૮ ની જોગવાઈ મુજબ
શિક્ષાને પાત્ર થશે . આ જાહેરનામાના ભંગ કરનાર ઈસમ વિરુધ્ધ
ફરીયાદ દાખલ કરવા માટે થાણાના હેડ કોન્સટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે ,

Comments
Post a Comment