Posts

Showing posts with the label News

જામનગરમાં કોરોના સંક્રમણ અટકાવવા તંત્રએ લીધો આ મહત્વનો નિર્ણય

Image
 જામનગર જિલ્લાનું વહીવટીતંત્ર કોરોના વાયરસ ના સંક્રમણને રોકવા માટેની લડાઇ લડી રહ્યું છે. ત્યારે શહેરી વિસ્તારમાં કોરોના પોઝિટિવના કેસની સંખ્યામાં વધારો થતાં સમરસ હોસ્ટેલ સિવાય જામનગર શહેરના વિસ્તારમાં જુદાં-જુદાં ચાર સ્થળોએ ક્વૉરેન્ટાઈન સેન્ટર ઉભા કરી દેવામાં આવ્યા છે. અને જે કોઇ વ્યક્તિને ક્વૉરેન્ટાઈન કરવાની જરૂર પડે તે માટેની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર દ્વારા આવા સેન્ટરોની મુલાકાત લઇ જરૂરી સ્ટાફની નિમણૂક કરી દેવામાં આવી છે.  જામનગર શહેરમાં કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો મળ્યા પછી તેઓના સંપર્ક માં આવેલી વ્યક્તિઓને હોમ ક્વૉરેન્ટાઈન કરવા અથવા તો તેઓને અન્ય ક્વૉરેન્ટાઈન સેન્ટરમાં રાખવા માટે હાલ સમરસ હોસ્ટેલ એક જ કાર્યરત હોવાથી જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવા સેન્ટર ઉભા કરવા માટેનો મ્યુનિ.કમિશનર શ્રી સતીશ પટેલ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જામનગર હરિયા સ્કુલ, કુંવરબાઇ જૈન ધર્મશાળા, આયુર્વેદિક હોસ્પિટલ અને સૈફી હોસ્પિટલ વગેરે ચાર સ્થળોએ સેન્ટર ઉભા કરી દેવામાં આવ્યા છે.  ...

જામનગર : કોરોના બોમ્બ ફૂટતા લોકડાઉન વધુ કડક બનાવાયું, આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવી છે ? નોંધી લેશો સમય,

Image
જામનગર જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસના ૧૪ પોઝિટિવ કેસ પ્રકાશમાં આવતા આ વાયરસના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે કલેકટર રવી શંકર દ્વારા વધુ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.  જે મુજબ  ૯ મે ૨૦૨૦ થી ૧૭ મે ૨૦૨૦ ના ૨૪:૦૦ કલાક સુધી જામનગર જિલ્લાની તમામ બોર્ડર સીલ કરવા નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત  અન્ય રાજ્યો કે જિલ્લામાંથી અવર-જવર માટે મનાઈ ફરમાવવામાં આવી છે અને ખાસ કિસ્સામાં સક્ષમ અધિકારીની પરવાનગી મળ્યા બાદ જ પ્રવેશ મળી શકશે. સમગ્ર જામનગર જિલ્લા વિસ્તારમાં સક્ષમ અધિકારીની પરવાનગી વગર અનઅધિકૃત/ગેરકાયદેસર રીતે ૪ કે તેનાથી વધારે વ્યક્તિઓ એક સાથે કોઈપણ જગ્યાએ એકઠા થવું નહીં તેમજ જામનગર જિલ્લાના વિસ્તારમાં કોરોનાવાયરસ સંક્રમણ ન ફેલાય તે હેતુથી કોઈપણ વ્યક્તિએ બિનજરૂરી ઘરની બહાર નીકળવું નહીં કે અવરજવર કરવી નહીં.   સમગ્ર જામનગર જિલ્લામાં ફક્ત દૂધ , ફળ , શાકભાજી , કરિયાણું , દવાઓના જેવી આવશ્યક વસ્તુ તેના નિર્ધારિત સમય મુજબ ચાલુ રહેશે તે સિવાયની તમામ દુકાનો-પાર્લર બંધ રાખવાના રહેશે. મેડિકલ સ્ટોર્સ ફાર્મસી , આયુષ સ્ટોર્સ અને આરોગ્ય વિષયક સેવાઓ , ...