જામનગર : એસટી સેવાનો લાભ લેવો છે ? આવા નિયમોનું કરવું પડશે પાલન

લોકડાઉનના ચોથા ચરણમાં સરકાર દ્વારા મોટાભાગની પ્રતિબંધિત સેવાને મુક્તિ આપતો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ આજથી જ રાજ્યના તમામ જિલ્લાઓમાં બસ સેવા શરુ કરી દેવામાં આવી છે. રાજ્યના કેબીનેટ મંત્રી આરસી ફળદુએ આજે જામનગર ખાતે એસટી પરિવહન મુદ્દે મોટું નિવેદન આપ્યુ છે. રાજ્યભરમાં એસટી સેવા ચાલુ કરવા નિર્ણય લેવાયો હોવાનું જણાવી તેઓએ અમદાવાદ, ગાંધીનગર આ સેવામાંથી બાકાત રાખ્યા હોવાનું ઉમેર્યું હતું. ત્રણ-ત્રણ લોકડાઉન બાદ જનજીવન ધબકતું થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે એમ કહી ચાર જોનમાં એસટી સેવા ચાલુ કરવાનો નિર્ણય કરાયો છે એમ જણાવ્યું હતું. બસ સેવા ધબકતી રહે તે માટે  ડ્રાઇવર - કંડકટરની સલામતી સાથે જુદી જુદી વ્યવસ્થા કરવામાં આવી છે.જો કે  એક બસની ક્ષમતા કરતા ૪૦ ટકા ઓછા મુસાફરો સમાવવા નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના સંક્રમિત ન થાય તે માટે મુસાફરો માટે માસ્ક ફરજીયાત બનાવાયું છે. આ ઉપરાંત બસ સેવામાં સેનીટાઝર, સામાજિક અંતર સહિતના નિયમોનું પાલન કરાવવામાં આવશે એમ રાજ્ય પરિવહન મંત્રી આરસી ફળદુએ જણાવ્યું હતું.

Comments

Popular posts from this blog

પોલીસ અમને નપુસંક ન સમજે, સમયે જવાબ આપવામાં આવશે : વિક્રમ માડમ

જામનગર : હવે રાત્રે બાર વાગ્યા સુધી એપીએમસી ધમધમશે