લોકડાઉન જાહેરનામાં થયો મહત્વનો ફેરફાર, જાણવું જરૂરી છે તમારા માટે
જામનગર : જામનગરમાં નવમી મે થી કલેકટર દ્વારા
જાહેરનામું બહાર પાડી અગાઉના નિયંત્રણો રદ કરી કડક નીયંત્રણો અમલમાં મૂક્યાં છે.
કોરોના સંક્રમણને રોકવા માટે શહેર જિલ્લાની બોર્ડર લોક કરી દેવામાં આવી છે. શહેર
જીલ્લાના જે વિસ્તારોમાંથી પોજીટીવ કેશ આવ્યા છે તે વિસ્તારનો એક કિમીનો વિસ્તાર
કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા બાદ કલેકટર દ્વારા વધુ એક જાહેરનામું બહાર પાડી
શહેર-જીલ્લામાં પ્રતિબંધો નાખ્યા હતા. જેમાં આજે સુધારો કરી નવું સુધારાત્મક
જાહેરનામું બહાર પડ્યું છે. જેમાં આવશ્યક ચીજ વસ્તુઓની ખરીદીને લઇને સમય મર્યાદામાં
ફેરફાર કરવામાં આવ્યો છે. નવા સુધારાયેલ જાહેરનામાં મુજબ, શહેર અને ભાગોળે આવેલ
ઔદ્યોગિક એકમો, જેમાં જીઆઈડીસી ફેસ એક ઉપરાંત તેના આસપાસમાં આવેલ ઔદ્યોગિક એકમો,
એમપી શાહ ઉદ્યોગનગર, હાપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ તમામ એકમો બંધ કરવા ફરમાન
કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જીવન જરૂરી ચીજવસ્તુઓની ખરીદી અને સમયમાં ફેરફાર
કરવામાં આવ્યો છે. જેમાં મેડીકલ અને મેડીકલ સ્ટોર, વેટરનરી સેવાઓને ૨૪ કલાક
મુક્તિને જે સે થે રાખવામાં આવી છે. જયારે દુઘની ડેરીઓ તથા દુધનું વિતરણ કરતા
વિક્રેતા અને ફેરિયાઓ માટે સવારે સાત થી દસ અને સાંજે પાંચ થી સાત વાગ્યાનો સમય
નક્કી કરવામાં આવ્યો છે. જયારે શાકભાજી, ફળફળાદીની લારીઓ, દુકાનો અને અનાજ
કારીયાણાની દુકાનો માટે સવારે સાત વાગ્યા થી દસ વાગ્યાનો સમય અને ગ્રેઇનમાર્કેટના હોલસેલ
વેપારીઓ અને છૂટક વિક્રેતાઓ માટે વેચાણનો સમય બપોરે બે વાગ્યાથી ચાર વાગ્યાનો
નક્કી કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બેન્કિંગની આંતરિક કાર્યવાહી ચાલુ રાખી શકશે
પરંતુ ગ્રાહકોને લક્ષી તમામ પ્રત્યક્ષ કામગીરી બંધ રહેશે. રોકડ ઉપાડ માત્ર એટીએમ
દ્વારા જ કરી શકાશે, આ જાહેરનામું આગામી તા.૧૭/૫/૨૦૨૦ સુધી અમલમાં રહેશે.

Comments
Post a Comment