જામનગર : કોરોના બોમ્બ ફૂટતા લોકડાઉન વધુ કડક બનાવાયું, આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવી છે ? નોંધી લેશો સમય,



જામનગર જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસના ૧૪ પોઝિટિવ કેસ પ્રકાશમાં આવતા આ વાયરસના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે કલેકટર રવી શંકર દ્વારા વધુ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.  જે મુજબ ૯ મે ૨૦૨૦થી ૧૭ મે ૨૦૨૦ના ૨૪:૦૦કલાક સુધી જામનગર જિલ્લાની તમામ બોર્ડર સીલ કરવા નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત અન્ય રાજ્યો કે જિલ્લામાંથી અવર-જવર માટે મનાઈ ફરમાવવામાં આવી છે અને ખાસ કિસ્સામાં સક્ષમ અધિકારીની પરવાનગી મળ્યા બાદ જ પ્રવેશ મળી શકશે. સમગ્ર જામનગર જિલ્લા વિસ્તારમાં સક્ષમ અધિકારીની પરવાનગી વગર અનઅધિકૃત/ગેરકાયદેસર રીતે ૪ કે તેનાથી વધારે વ્યક્તિઓ એક સાથે કોઈપણ જગ્યાએ એકઠા થવું નહીં તેમજ જામનગર જિલ્લાના વિસ્તારમાં કોરોનાવાયરસ સંક્રમણ ન ફેલાય તે હેતુથી કોઈપણ વ્યક્તિએ બિનજરૂરી ઘરની બહાર નીકળવું નહીં કે અવરજવર કરવી નહીં.
 સમગ્ર જામનગર જિલ્લામાં ફક્ત દૂધ, ફળ, શાકભાજી,કરિયાણું,દવાઓના જેવી આવશ્યક વસ્તુ તેના નિર્ધારિત સમય મુજબ ચાલુ રહેશે તે સિવાયની તમામ દુકાનો-પાર્લર બંધ રાખવાના રહેશે. મેડિકલ સ્ટોર્સ ફાર્મસી, આયુષ સ્ટોર્સ અને આરોગ્ય વિષયક સેવાઓ, વેટરનરી હોસ્પિટલ અને એના આનુષાંગિક સ્ટોર્સ ૨૪કલાક ખુલ્લા રહેશે. જ્યારે દૂધની ડેરીઓ તથા દૂધનું વિતરણ કરતા વિક્રેતાઓ, ફેરિયાઓ અને શાકભાજી-ફળફળાદી લારીઓ-દુકાનો, અનાજ કરિયાણાની દુકાનો સવારે ૬:૦૦થી ૯:૦૦તથા સાંજે સાત થી નવ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. અનાજ કરિયાણાના હોલસેલ વેપારીઓને છૂટક વિક્રેતાઓને વેચાણ માટે (ગ્રેઇન માર્કેટ જામનગર) બપોરે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધી ખુલ્લું રાખી શકાશે. આ પ્રવૃત્તિઓ માટે કોઈ અલાયદા પાસ-મંજૂરી લેવાની જરૂરિયાત રહેશે નહીં. આ જાહેરનામુ સમગ્ર જામનગર જિલ્લાના વિસ્તારમાં લાગુ પડશે.
આ જાહેરનામું સરકારી ફરજ ઉપરના કર્મચારીઓ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્ય  સરકારી અથવા અર્ધ સરકારી એજન્સી તેમજ આરોગ્યલક્ષી સેવા સાથે સંકળાયેલ જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેવાને લાગુ પડશે નહીં, તેમજ સક્ષમ અધિકારીશ્રી દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલ પાસધારકો-મંજુરી હુકમ ધરાવનાર ઓદ્યૌગીક
એકમો-વ્યક્તિઓ, સરકારી કચેરીઓમાં ચાલતી કેન્ટીનને લાગુ પડશે નહીં.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ વિરુદ્ધ પગલાં લેવા માટે ધી એપેડેમીક એક્ટ-૧૮૯૭ની કલમ-૩, ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮, ૨૭૦તથા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૯ મુજબ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ ૫૧થી ૫૮ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Comments

Popular posts from this blog

પોલીસ અમને નપુસંક ન સમજે, સમયે જવાબ આપવામાં આવશે : વિક્રમ માડમ

જામનગર : હવે રાત્રે બાર વાગ્યા સુધી એપીએમસી ધમધમશે