જામનગર : જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર હવે સ્પષ્ટ થયું છે. આગામી તા. ૨૧ના રોજ ૨૩૬ ઉમેદવારો વચ્ચે સીધો જંગ ખેલાશે. જેમાં ભાજપ-કોંગ્રેસની ખરી કસોટી થશે. આ વખતે ચોપાખીયો જંગ ખેલાશે. બંને રાષ્ટ્રીય પક્ષની સાથે આપ, સપા અને બસપા તેમજ એનસીપી ઉપરાંત અપક્ષોની હાજરી વચ્ચે આ વખતે ખરાખરીનો જંગ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. જામનગર મહાનગરપાલીકાનું ચૂંટણી ચિત્ર ગઈ કાલે સાંજે સ્પષ્ટ થયું છે. આ વખતે ૨૩૬ ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. ગઈ કાલે ૧૨ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેચી લીધા હતા. જેમાં સૌથી વધુ આઠ ઉમેદવાર આપના છે. જેને લઈને આમ આદમી પાર્ટી પર થોડું દબાણ વધ્યું છે. પરંતુ આપ પ્રથમ વખત જ મેદાને આવ્યું હોવાથી પાર્ટી પ્લસમાં જ રહેશે, મહાનગરપાલિકાના કુલ ૧૬ વોર્ડના ૬૪ કોર્પોરેટરોની ચૂંટણી માટે તા. ૨૧મીના રોજ ચૂંટણી યોજાશે. જેમાં ભાજપના ૬૪, કોંગ્રેસના ૬૨, બસપાના ૨૨, એનસીપીના ૧૧, સપાના ૨, અને ૨૭ અપક્ષો સહીત કુલ ૨૩૬ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. જો જીતા વહી કોર્પોરેટર ની વાત કરીએ તો આ વખતે પ્રથમ વખત બહુ પક્ષીય ચૂંટણી જંગના મંડાણ શરુ થયા છે. આજથી જ આ તમામ પક્ષો પ્રચાર-પ્રસ...
Comments
Post a Comment