પોલીસ અમને નપુસંક ન સમજે, સમયે જવાબ આપવામાં આવશે : વિક્રમ માડમ




જામનગર : રાજકોટ ખાતે ખેડૂતહિતની લડાઈ લડનાર કોંગ્રેસના નેતા પાલ આંબલીયા પર પોલીસે ગુજરેલ દમનને લઈને કોંગ્રેસ કાળજાળ થઇ છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસથી માંડી કોંગ્રેસ હાઈ કમાન્ડ સહીતે પોલીસ દમનને કડક શબ્દોમાં વખોળી કાઢયો છે. જામનગરના પૂર્વ સાંસદ અને ખંભાલીયાના ધારાસભ્ય વિક્રમ માડમે આ ઘટનાની નિંદા કરી પોલીસના હિચકારા હુમલા સમાન ગણી છે. કોરોનાના સંક્રમણ વચ્ચે પોલીસ ભાન ભૂલી છે. પોલીસ બીજાનો ખાર કોંગ્રેસ પર ઉતારી રહી છે. કોંગ્રેસના ધારાસભ્યએ પોલીસની લોકડાઉનની કામગીરી સામે શંકાઓ કરી. આ કપરા કાળમાં રાજકોટ પોલીસે તમાકુ બીડીના ધંધા કર્યા ત્યારે પોલીસ અધિકારીઓ ક્યાં ગયા હતા ? એવા વેધક પ્રશ્નો કરી પોલીસ કોંગ્રેસની શાંતિને નપુસંકતા ન ગણે એમ જણાવી સમયે જવાબ આપવામાં આવશે અને સરકારે જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરવાની માંગણી કરી છે. સમગ્ર પ્રકરણ અંગે શુ કહ્યું વિક્રમ માડમે જુઓ વિડીઓ.

Comments

Popular posts from this blog

જામનગર : હવે રાત્રે બાર વાગ્યા સુધી એપીએમસી ધમધમશે