લોકડાઉનમાં ગાઠીયાનો ઘાણવો ઉતર્યો ત્યાં જ પોલીસ પ્રગટી, પાર્ટી કરતા દસ સખ્સો પકડાયા



જામનગર : જામજોધપુર તાલુકાના ઘેલડા ગામે તાલુકા પોલીસે ડાયાભાઇ માલદેભાઇની વાડીમાં રેડ પાડી હતી. જેમાં ગાંઠીયા પાર્ટીની મોજ માળી રહેલા કમલેશ ડાયા કારેણા, ખીમા માલદે કારેણા, જીતેશ વસરામ કારેણા, હરીશ કરશન કારેણા, હિરેન વસરામ કારેણા, દિનેશ ગોવા કારેણા, રાહુલ વીરા બગડા, શૈલેષ કારા પીપરોતર, મહેશ કાના પીપરોતર અને હરેશ નથુભાઇ કારેણા નામના શખ્સોને આંતરી લીધા હતાં. આ તમામ સખ્સોને લોકડાઉન સબંધિત જાહેરનામાની સમજ હોવા છતા વાડીમા ગાઠીયા ખાવાનો પ્રોગ્રામ રાખી, મોઢે માસ્ક બાંધેલ ન હોય અને જરૂરી  કારણ વગર ઘરની બહાર નીકળી મોઢે માસ્ક નહી બાંધી સરકાર ગાઇડ લાઇનનુ પાલન ન કરી જીલ્લા કલેકટર અને મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતા મળી આવ્યા હતા. પોલીસે તમામ સખ્સો સામે આઈપીસી કલમ ૧૮૮ , ૨૬૯, તથા ગુજરાત પોલીસ અધિનીયમની કલમ ૧૩૯ નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટની કલમ ૫૧ મુજબ ફરિયાદ નોંધી હતી. જામજોધપુરથી કોઇએ ફોન કરી પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી. ત્યારબાદ જામજોધપુર પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. 

Comments

Popular posts from this blog

પોલીસ અમને નપુસંક ન સમજે, સમયે જવાબ આપવામાં આવશે : વિક્રમ માડમ

જામનગર : હવે રાત્રે બાર વાગ્યા સુધી એપીએમસી ધમધમશે