જામનગર : ગ્રેઇન માર્કેટમાં ખરીદી કરવા જવું છે ? આ સમાચાર વાંચીને જજો, નહિતર...





જામનગર : જામનગરમાં લોકડાઉન ચારના શરૂઆતી તબક્કામાં ગ્રેઇન માર્કેટમાં સતત બીજા દિવસે ગ્રાહકોની લાઈનો લાગી જતા આંતરિક વ્યવસ્થાના છોતરા ઉડી ગયા હતા. સામજિક અંતરના લીરેલીરા ઉડતા પોલીસે આવતીકાલથી  લોકડાઉન ત્રણ મુજબ ખરીદ પ્રકિયા અમલી બનાવવા જીલ્લા પોલીસ વડા તાકીદ કરી છે.
કોરોના સંક્રમિત થતો અટકાવવા સરકાર દ્વારા જામનગર સહિત દેશભરમાં ત્રણ-ત્રણ લોકડાઉનના તબક્કાઓની અમલવારી કરી હતી. લાંબો સમયગાળો લોકડાઉન ચાલતા સરકાર દ્વારા થોડી છૂટછાટ સાથે રાજ્યમાં ત્રીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો છે. જામનગરમાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ચોક્કસ ગાઈડ લાઈન નક્કી કરે હળવા નિયંત્રણો સામે ચોથા ચરણનો પ્રારંભ કરાવ્યો હતો. ચોથા તબક્કામાં મોટા ભાગના વ્યવસાય ખોલી દેવામાં આવ્યા છે. જામનગરમાં આ જ સીસ્ટમ અમલમાં મુકાઈ છે. બજાર ખુલી જતા પ્રથમ દિવસે જ શહેરની હાર્દ સમી ગ્રેઇન માર્કેટમાં ગ્રાહકોનો તોતિંગ ઘસારો થતા અફડાતફડી ભર્યો માહોલ સર્જાયો હતો. પાન-મસાલાની હોલસેલ પેઢીઓ બહાર છૂટક ધંધાર્થીઓ સાથે ગ્રાહકોએ ખરીદી માટે લાઈનો  લગાવી દેતા પરિસ્થિતિ નિયંત્રણ બહાર ચાલી ગઈ હતી. લાંબી લાઈનોમાં સામાજિક અંતરના નિયમના ધજાગરા ઉડી જતા ગઈ કાલે વેપારીઓએ જ વેપાર અટકાવી દીધો હતો. આજે બીજા દિવસે પણ સવારે છ વાગ્યા થી ગ્રાહકોની લાઈનો લાગી જતા ફરી એ જ માહોલ સર્જાયો હતો. જેને લઈને જીલ્લા પોલીસવડા શરદ સિંઘલે ફરી એક વખત સીસ્ટમ સુધારવા માટે પ્રયાસ કરી લોક ડાઉન ત્રણમાં અપનાવવામાં આવેલને આવતી કાલથી ફરી લાગુ કરવા જણાવ્યું છે, જે મુજબ ગ્રેન માર્કેટમાં ફરી પાસ સીસ્ટમ અમલમાં મુકાશે, ત્રીજા  લોકડાઉનમાં જે વેપારીઓને પાસ કાઢી આપવામાં આવ્યા હતા તે પાસ આધારિત જ સીસ્ટમ ચાલુ રહેશે. નવા ઉમેરાયેલ પાન મસાલાનો વ્યાપારને લઈને જથ્થાબંધ વેપારી માત્ર ઓર્ડર લઇ, જે તે છૂટક વેપારીને પહોચતો કરશે એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હોવું પોલીસ વડા શરદ સિંઘલે જણાવ્યું છે. બીજી તરફ મોટરસાયકલમાં ડબલ સવારીની ભરમાર થઇ જતા તેઓએ ઉમેર્યું છે કે આ જ પ્રમાણે નાગરિકોનો પ્રવાહ ચાલુ રહેશે તો આવતીકાલથી દ્વિચકરી વાહન ચાલકોના ડબલ સવારી વાહનો ડીટેઈન કરવામાં આવશે. જો એક પાનમસાલાની છૂટછાટ બાદ ગ્રેઇન માર્કેટમાં અતિ ભીડ સર્જાઈ છે. તંત્રની જૂની સીસ્ટમ મુજબ આવતી કાલે ખરીદી પ્રક્રિયા શરુ થશે ત્યારે પણ પાનમસાલાની ભીડને કઈ રીતે નિયંત્રિત કરી શકાશે એ મોટો પ્રશ્ન છે. 

Comments

Popular posts from this blog

પોલીસ અમને નપુસંક ન સમજે, સમયે જવાબ આપવામાં આવશે : વિક્રમ માડમ

જામનગર : હવે રાત્રે બાર વાગ્યા સુધી એપીએમસી ધમધમશે