એક બીડીની જુડીના બદલામાં એક કિલો ખંભાલીયાનું ખ્યાતનામ ઘી !!
જામનગર : લોક ડાઉનના
પીરીયડમાં સૌથી વધુ કઠીન કાળ ભોગવ્યો હોય તો તે છે પાન-મસાલા અને સિગારેટ-બીડી અને
બજરના વ્યસનીયોએ, એક એક બીડી માટે અનેક લોકોને જોજનો દુર પગપાળા કાપતા જોયા છે.
જેમ જેમ પીરીયડ લંબાતો ગયો તેમ તેમ પ્રતિબંધિત આ ચીજવસ્તુઓની કાળા બજારી પણ વધતી
ગઈ, લોકડાઉનના પ્રથમ ચરણમાં એક કિલો સોપારીના ડબલ અને તમાકુના પણ ત્રણ ગણા ભાવ
બોલાયા, ત્યારબાદ બીજા અને ત્રીજા લોકડાઉન પીરીયડમાં ભાવ અનેક ગણો વધી ગયો, એક
કિલો સોપારી, ચૂનાનું પાર્સલ અને પ્લાસ્ટિક પેકેટ અને એક તમાકુના નાના ડબલાની કીમત
એક ૧૫૦૦ રૂપિયાને પાર કરી ગઈ, ત્રીજા તબક્કામાં આ ભાવ આસમાને પહોચ્યો અને ૨૨૦૦-૨૫૦૦
રૂપિયા એક કીટનો ભાવ બોલાયો, કાળા બજારનું માર્કેટ એટલું ગરમ થઇ જશે એવી ક્યારેય
કલ્પના પણ નહોતી કરી, આવી રીતે બીડી અને સિગારેટ અને પાન-ગુટખાનો ભાવ પણ અનેક ગણો
વધી ગયો, છેલ્લા એક સપ્તાહમાં તો તમામ ચીજ વસ્તુઓની કુત્રિમ તંગી ઉભી કરી અનેક
વ્યસનીઓને આ કાળાબજારીઓએ રીત સરના તડપાવ્યા છે. મૂછે લીંબુ લટકાવતા અનેક મુછારાઓ
કાળાબજારિયાઓની સામે નતમસ્ત થઈ ગયા, હદ તો ત્યારે થઇ જયારે એક બીડીની જુડી માટે ખંભાલીયા
પંથકનું પ્રખ્યાત ઘી નીલામ થયું, વાત છે દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા
તાલુકાના વડત્રા ગામની, જ્યાં ચાર દિવસ પૂર્વે એક બીડી માટે તલપાપડ થયેલ ગ્રામજને
પોતાની તલબ બુજાવવા માટે એક કિલો ધી સામે એક બીડીની જુડી લઇ પ્યાસ બુજાવી હતી.
જયારે અન્ય એક સોદો દસ મસાલા (ફાકી) માં થયો હતો.
લોકડાઉનમાં વિવશ બની
ગયેલ વ્યસનીઓ ખરેખર તલપાપડ થઇ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં આ જ બાબતને લઈને ગુનાહિત
કૃત્યો પણ સામે આવ્યા છે. જો કે વ્યસનીઓ માટે સરકાર દ્વારા કોઈ વિશેષ સગવડ તો ન જ
કરી સકાય એ વિદિત છે પરંતુ કાળાબજારીને રોકવા આગળ આવવું જોઈએ એવી પણ માંગણી ઉઠવા
પામી છે. આ વ્યસનીઓના સંકટ સમયને લઈને વડત્રાના પૂર્વ સરપંચ રામસીભાઈ ચાવડાના
જણાવ્યા અનુસાર લાંબા સમયથી પોતાની તલબ ન સંતોષતા અનેક વૃધ્ધો આડ અસર રૂપે શારીરિક
અને માનસિક બીમાર પડી ગયા છે. જો કે આ સમાચાર પ્રકાશિત કરીને વ્યસન અને વ્યસનીઓને
પ્રોત્સાહન આપવાનો આશય નથી પરંતુ લોકડાઉનની એક સિક્કાની બીજી બાજુને દર્શાવવાનો
પ્રયાસ કર્યો છે.


Comments
Post a Comment