સસ્તા અનાજની દુકાન દુકાનો રવિવારથી દસ દિવસ ખુલી રહેશે..પણ


જામનગર : કોરોના સંક્રમણકાળને કારણે લાદી દેવામાં આવેલ લોકડાઉન પીરીયડના ત્રીજા તબ્બકાના અંતિમ ભાગથી જામનગર શહેરમાં સસ્તા અનાજની દુકાનો પરથી મફત અનાજ વિતરણ શરુ કરવામાં આવશે. એનએફએસએ, એપીએલ-૧, બીપીએલ તથા અંત્યોદય કાર્ડધારકો માટે આગામી તા. ૧૭ થી ૨૬મી મે દરમિયાન વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવશે. જો કે કન્ટેન્મેન્ટ જોન પૈકીના લીંડી બઝારમાં આવેલ સાઈ મસ્જીદ પાસેની પ્રકાશ ચંદ્રકાંત લાલ અને હાપા રોડ પર લાલવાડી નુરીપાર્ક સામે આવેલ  દરમિયાન હિન્દુસ્તાન કન્ઝ. કો. ઓ.સ્ટોર્સ  નામની વ્યાજબી ભાવની દુકાનો પરના રાસનકાર્ડ ધારકો માટે ડોરસ્ટેપ ડીલીવરી દ્વારા જે તે ગ્રાહકોને જથ્થો પહોચાડી દેવામાં આવશે. તા. ૨૪ થી ૨૭ દરમિયાન આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કન્ટેન્મેન્ટ જોન અને ક્વોરેનટાઈન કરેલ પરિવારોએ બહાર નીકળવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. આવી વ્યક્તિ બહાર આવશે તો તેની પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. કન્ટેન્મેન્ટ જોન સિવાયના વિસ્તારોમાં આવેલ ખોઝા ગેઈટની કૃષ્ણકાંત આશર, વાય ઝેડ વહેવારિયા અને નુરફળીમાં આવેલ આદર્શ મહિલા ભંડાર, ખરવા ચકલામાં આવેલ તુલજારામ હંસરાજ, નદીપા રોડ પર આવેલ રમેશચંદ્ર ખજુરીયા, ખરવા ચકલામાં આવેલ પંચશીલ મહિલા હસ્તકલા મંડળી, ગુલાબનગરમાં આવેલ દીલીપગીરી ગોસ્વામી, નવાગામ ઘેડમાં આવેલ વેલજી ડાભી અને ખડખડનગરમાં આવેલ ક્રિષ્નાબેન પરમાર અને ગાંધીનગર-મોમાઈ નગર અને શાસ્ત્રીનગરમાં આવેલ ટ્વિન્કલ સોલંકીની માલિકીની સસ્તા અનાજની દુકાનો પર તા. ૧૭ થી ૨૬મી સુધી બપોરે બે વાગ્યાથી દસ વાગ્યા સુધી મફત અનાજ વિતરણ કરવામાં આવશે એમ જીલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું છે.

Comments

Popular posts from this blog

પોલીસ અમને નપુસંક ન સમજે, સમયે જવાબ આપવામાં આવશે : વિક્રમ માડમ

જામનગર : હવે રાત્રે બાર વાગ્યા સુધી એપીએમસી ધમધમશે