નાણા પ્રધાને આત્મનિર્ભર ભારતના રાહત પેકેજનો આ રીતે રજુ કર્યો અંતિમ ગ્રાફ
વડાપ્રધાન નરેદ્ર મોદી દ્વારા
આત્મનિર્ભર ભારત રાહત પેકેજની જાહેરાત કરી છે. જેના ચોથા ચરણમાં આજે બાકી રહેતા
દોઢ લાખ કરોડની સ્કીમ પણ નાણા પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા રજુ કરી દેવામાં આવી
છે. વડાપ્રધાન દ્વારા ૨૦ લાખ કરોડના રાહત પેકેજની કરાયેલ જાહેરાત બાદ તેની ટીમ
દ્વારા સતાવાર પ્રાવધાનની દેશ સમક્ષ જાણ કરી છે. આજે સાંજે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં
કેન્દ્રીય મંત્રીએ ચોથા ચરણનો રૂપિયા ૧.૫૫ લાખ કરોડનો રોડ મેપ આપ્યો છે. જેમાં કોલસા,
ખાણ અને એલ્યુમીનીયમ ઉદ્યોગ, સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવાનાં આયોજન અને નાગરિક
ઉડ્ડયન ક્ષેત્રે પીપીપીના ધોરણે ખાનગી
એરપોર્ટનો વિકાસ સહિતની બાબતોને વણી લેવામાં આવી હતી.
દેશની મહત્વકાક્ષી ડીફેન્સ નીતિઓમાં
ખાસ ફેરફાર કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. મેઇક ઇન ઇન્ડિયાને ધ્યાને રાખી હથિયાર
અને જરૂરી સાધન-સામગ્રીના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા માટે વિદેશી રોકાણને ૪૯ ટકાથી વધારી
૭૫ ટકા કરવાનો નિર્ણય કરાયો છે. ડીફેન્સ સેક્ટરમાં ભૂતકાળ આયાત પર આધારિત રહ્યો છે
પરંતુ હવે આયાત પર પ્રતિબંધ મૂકી દેવાશે. મેઇક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત
દેશમાં જ હથિયારો બનાવી એફડીઆઈને ૭૫ ટકા કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે પ્રોજેકટ
મેનેજમેન્ટ યુનિટ પણ ઉભું કરાશે. કોલ સેકટરમાં પારદર્શિતા અને સ્પર્ધાત્મક માટે ખાનગી
ક્ષેત્રની ભાગીદારીથી રેવન્યી શેરીંગ મીકેનીઝમ પણ અમલમાં મુકવા પર ભાર મુકવામાં આવ્યો
છે. કોલસા બ્લોકસમાં ખાનગી સેક્ટર માટે સંશોધન બીડનો રસ્તો ખુલો કરવામાં આવ્યો છે.
જેને લઈને મિનરલ સેકટરમાં ૫૦૦ નવ માઈનીંગ બ્લોકને
બીડમાં જોડવામાં આવશે.
ઉડ્ડયન સેક્ટરને ઉંચાઈ પર લઇ જવા માટે
એરસ્પેસ વધારવા પર ભાર મુકવામાં આવ્યો છે. બાર ઉપરાંત છ નવા એરપોર્ટની હરાજી કરવામ
આવશે એએઈ દ્વારા આ પ્રક્રિયા હાથ ધરવામાં
આવશે. આ ઉપરાંત એરક્રાફટ રીપેરીંગ કેન્દ્ર ઉભું કરવા ટેક્ષ માળખામાં ફેરફારની
ભલામણ કરવામાં આવી છે.
આ ઉપરાંત સોશ્યલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં
ખાનગી ક્ષેત્રનું રોકાણ વધારવા, અવકાશ પ્રોજેક્ટમાં ખાનગી ક્ષેત્રને સ્થાન અને
પરમાણું ઉર્જા માટે પ્રાઇવેટ પબ્લિક પાર્ટનરશીપ વ્યવસ્થા ઉભી કરવામાં આશરે રૂપિયા
૧.૫૫ લાખ કરોડનું ચોથા ચરણમાં પ્રાવધાન કરવામાં આવ્યું છે.
પ્રથમ પેકેજ
પહેલું પેકેજ 25 માર્ચના રોજ પ્રધાનમંત્રીએ 1,70,000 કરોડ રૂપિયા જારી કર્યા હતા. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ પણ કેટલાક તબક્કામાં જાહેરાત કરી હતી. એટલે કે પ્રધાનમંત્રીની ઘોષણા
અગાઉ કુલ 7,35,000 કરોડ રૂપિયાનું પેકેજ જારી કરવામાં
આવ્યું. તેમા 1.70 લાખ કરોડ રૂપિયાનું પ્રધાનમંત્રી પેકેજ
હતું. જ્યારે RBIએ બજારમાં લિક્વિડિટી વધારવા માટે રૂપિયા 5,65,200
કરોડની વિવિધ જાહેરાતો કરી હતી.
બીજુ પેકેજ
બીજુ પેકેજ નાણાં પ્રધાને બુધવારે જારી કર્યું. તે 5,94,250 કરોડ
રૂપિયાનું પેકેજ હતું. આ પેકેજમાં SME માટે લોન, કોલોરેટલ, ડેટ અને ઈક્વિટી વગેરે મળીને કુલ 3,70,000
કરોડ રૂપિયા જારી કર્યા હતા. એવી જ રીતે EPF માટે
9,250 કરોડ રૂપિયા જારી કરવામાં આવ્યા હતા. NBFC,HFC,MFI
એટલે કે નોન-બેન્કિંગ, હાઉસિંગ ફાયનાન્સ તથા
માઇક્રો ફાયનાન્સ માટે 75,000 કરોડ રૂપિયાની લિક્વિડિટી
આપવામાં આવી. ડિસ્કોમ એટલે કે વીજળી કંપની માટે આ સમય દરમિયાન 90,000 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી. જ્યારે TDS, TCSના
રિડક્શન્સ પર 5,000 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી.
ત્રીજુ પેકેજ
ગુરુવારે ત્રીજા પેકેજમાં 3,16,000 કરોડ
રૂપિયા જારી કરવામાં આવ્યા. તેમા PDS માટે 3,500 કરોડ રૂપિયા, મુદ્રા યોજના હેઠળ શિશુ લોન માટે 1,500
કરોડ રૂપિયા, સ્પેશ્યલ ક્રેડિટ ફેસિલિટી
સ્ટ્રીટ વેન્ડર્સ માટે 5,000 કરોડ રૂપિયા, CAMPA માટે 6,000 રૂપિયા, નાબાર્ડ
માટે 30,000 કરોડ રૂપિયા, ક્રેડિટ
કિસાન કાર્ડ માટે 2 લાખ કરોડ રૂપિયા, ક્રેડિટ
લિંક્ડ સબસિડી માટે 70,000 કરોડ રૂપિયા જારી કરવામાં આવ્યા.

Comments
Post a Comment