સુખદ ક્ષણ : એક જ દિવસમાં કોવિડ હોસ્પિટલમાંથી અડધા દર્દીઓ ડિસ્ચાર્જ
જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખાસ કોરોના વાયરસ માટે કોવિડ-19 હોસ્પિટલ કાર્યરત કરાઇ છે. આ હોસ્પિટલ ખાતે કોરોનાના પોઝીટીવ રીપોર્ટ આવેલા દર્દીઓને સારવાર આપવામાં આવે છે. આ હોસ્પિટલમાં કુલ 22 દર્દીઓ સારવાર હેઠળ હતાં. જેમાંથી આજે 12 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે તેમ તબીબી અધિક્ષક ડો.દિપક તિવારીએ જણાવ્યું હતું. કોરોના વાયરસને લઇને પોઝીટીવ રીપોર્ટ આવેલા દર્દીઓને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દર્દીઓને જી.જી.હોસ્પિટલમાં તજજ્ઞ તબીબો દ્વારા સારવાર આપવામાં આવી હતી. આવા સારવાર પામેલા 12 દર્દીઓએ કોરોનાની મ્હાત આપી છે. આજે તેઓને ડીસ્ચાર્જ કર્યા બાદ તેઓને 10 દિવસ સુધી હોમ કરોન્ટાઇન રહેવું પડશે.
હોસ્પિટલના સુત્રોના જણાવ્યા અનુસાર આજે બપોરે જે 12 દર્દીઓને રજા આપવામાં આવી છે તેમાં જામનગરના હંસાબેન શૈલેષભાઇ રતેશ્ર્વર, કલ્પનાબેન દિલીપભાઇ ભટ્ટ, ઉર્વિ કરણભાઇ વાછાણી, હસુેન સલેમાન ઓડિયા, મહેનુર મહેબુબ સતાર, જામજોધપુરના ઉષાબેન કદાવલા, સોનલબેન ભાવેશભાઇ ભંભાણી (મેવાસા), જૈમિન શાંતિલાલ કાનાણી (પરડવા), મનિષા શાંતિલાલ કાનાણી (પરડવા), જનક માવજીભાઇ કાનાણી (હડિયાણા) અને ચેલા એસઆરપી કેમ્પના અમૃતસિંહ એન. જાડેજા અને રસિકભાઇ એન. ચુડાસમાનો સમાવેશ થાય છે.

Comments
Post a Comment