કોરોના સંક્રમણ રોકવા રિલાયન્સ કંપનીએ કર્યું આ સ્તુત્ય કાર્ય
જામનગર : હાલ કોવિડ-૧૯ની મહામારી સામે દેશ આખો એક યોદ્ધાની ભૂમિકા ભજવી જિંદગી સામેનો જંગ લડી રહ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર એકબીજાના બે હાથ બની વૈશ્વિક મહામારીને સંક્રમિત થતો અટકાવવા ભરપૂર પ્રયાસ કરી રહી છે. વહીવટી પ્રશાસન, આરોગ્ય અને પોલીસ તંત્ર પણ એકબીજાના પૂરક બની પોતપોતાના કાર્ય ક્ષેત્રમાં લગાતાર કોરોના યુદ્ધ લડી રહ્યા છે. સામાજિક-ધાર્મિક સંસ્થાઓ પણ આ કપરા સમયમાં સામાજિક જવાબદારીઓ નિભાવી રહી છે. ત્યારે સામાજિક ઉત્તરદાયિત્યના ભાગ રૂપે વિશ્વની સૌથી મોટી ગ્રાસ રૂટ રિફાઇનરી એવી રિલાયસ કંપનીએ પણ સીએસઆર પ્રોગ્રામ હેઠળ આ મહામારી સામેની લડાઈમાં વધુ એક વખત આગળ આવી છે. જામનગર સ્થિત કંપની આસપાસના ગામડાઓની 148 મહિલાઓએ એક લાખ માસ્ક તૈયાર કરી કોરોના સંક્રમિત થતો અટકાવવા પોતાનું યોગદાન આપ્યું હતું.
આ પહેલ કોરોનાવાયરસ સામેની ફાઇટ પ્રત્યે આરઆઈએલની પ્રતિબદ્ધતાનો એક ભાગ છે. એમ આરઆઈએલના ગ્રૂપ પ્રેસીડેન્ટ શ્રી ધનરાજભાઈ નાથવાણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યુ હતુંં.
આ પહેલ કોરોનાવાયરસ સામેની ફાઇટ પ્રત્યે આરઆઈએલની પ્રતિબદ્ધતાનો એક ભાગ છે. એમ આરઆઈએલના ગ્રૂપ પ્રેસીડેન્ટ શ્રી ધનરાજભાઈ નાથવાણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યુ હતુંં.

Comments
Post a Comment