આવતી કાલથી હાલાર સહિત સૌરાષ્ટ્રના આ રેલ્વે સ્ટેશન પરથી રીજર્વેશન-રીફંડ સેવા શરુ..


જામનગર : કોરોના સંક્રમણને લઈને દેશમાં રેલ્વે સહિતની સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. જો કે લોકડાઉનના ચોથા ચરણમાં રાજ્ય સરકાર દ્વારા નિયંત્રણો હળવા કરી મોટાભાગની સેવાઓ રાબેતા મુજબ કરી છે. કેન્દ્ર સરકાર પણ હવે મોટાભાગની જાહેર સેવાઓ શરુ કરવા જઈ રહી હોવાનાં સંકેત મળી રહ્યા છે. કેન્દ્ર સરકારની સૌથી મોટી પરિવહન રેલ્વે સેવાને હરી જંડી આપવા જઈ રહી હોવાના સંકેત મળી રહ્યા છે.
પશ્ચિમ રેલ્વે દ્વારા આવતી કાલથી સૌરાષ્ટ્રના મોટા ભાગના રેલ્વે સ્ટેશન પરથી રીજર્વેશન પ્રક્રિયાનો આરંભ કરવામાં આવશે એમ રાજકોટ શાખાના પીઆરઓ વિવેક તિવારીએ એક પ્રેસબ્રીફમાં જણાવ્યું છે. કોરોના સંક્રમણને કારણે ૨૨ માર્ચથી ૩૦ જુન સુધી રેલ્વે પરિવહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. જે મુસાફરોએ  આ સમયગાળા દરમિયાન મુસાફરી માટે ટીકીટ બુક કરાવી હતી તે પેસેન્જરો પુરા રુપીયા સાથે રીફંડ ચુકવવામાં આવશે. રેલ્વે સ્ટેશન પર ખોટી ભીડ ન થાય તે માટે વિભાગ દ્વારા અગાઉથી જ સપ્તાહ સુધીના મુસાફરોને બોલાવી વિતરણ વ્યવસ્થા ઉભી કરી છે
જેમાં જામનગર સહિત હાલારના ઓખા, દ્વારકા ભક્તિનગર, વાંકાનેર અને સુરેન્દ્રનગર સ્ટેશન પરથી રીજર્વેશન કાઉન્ટર ખુલ્લા મુકવામાં આવશે, આ સાથે જ અગાઉના જે બુકિંગ થઇ ગયા છે તેના પર રીફંડ સેવા પણ આવતી કાલથી જ શરૂ થઇ રહી છે. જેમાં તા. ૨૨/૩/૨૦૨૦ થી ૩૧/૩/૨૦૨૦ સુધી જે પેસેન્જરોએ  રીજર્વેશન કરાવ્યું છે તેઓના માટે તા. ૨૫/૫/૨૦૨૦થી ૩૧/૫/૨૦૨૦ સુધી અને તા. ૧/૪/૨૦૨૦થી ૧૪/૪/૨૦૨૦ સુધીના ગાળામાં મુસાફરી કરવા માંગતા હતા તે મુસાફરોને માટે  ૧/૬/૨૦૨૦ થી ૬/૬/૨૦૨૦ સુધી રીફંડ ચુક્કવામાં આવશે. જયારે તા. ૧૫/૪/૨૦૨૦ થી ૩૦/૪/૨૦૨૦ માટે તા.૭/૬/૨૦૨૦થી ૧૩/૬/૨૦૨૦ તેમજ તા. ૧/૫/૨૦૨૦થી ૧૫/૫/૨૦૨૦ માટે તા. ૧૪/૬/૨૦૨૦થી ૨૦/૬/૨૦૨૦ સુધી અને તા. ૧૬/૫/૨૦૨૦થી ૩૦/૫/૨૦૨૦ સુધીની મુસાફરી માટે જે પેસેન્જરોએ બુકિંગ કરાવ્યું હતું તેને માટે તા. ૨૧/૬/૨૦૨૦ થી ૨૭/૬/૨૦૨૦ સુધી રીફંડ મળશે. તેમજ તા. ૧/૬/૨૦૨૦થી ૩૦/૬/૨૦૨૦ સુધી જે પેસેન્જરોએ એડવાંસ બુકિંગ કરાવ્યું છે તેઓના માટે તા. ૩૦/૬થી તા. ૩૧/૬ સુધી રીફંડ ચુકવવામાં આવશે. જો કોઈ પણ કારણસર કોઈ મુસાફર આ સમય અવધિમાં રીફંડ લેવા ન આવી શકે તો તેઓના માટે આગામી છ મહિના સુધી ( જે તારીખનું બુકિંગ હતું તે તારીખથી છ મહિના સુધી) સમય અવધી નક્કી કરવામાં આવી છે એમ રેલ્વે દ્વારા સતાવાર જાહેર કરવામાં આવ્યું છે.

Comments

Popular posts from this blog

જામનગર : જિલ્લા અને છ તાલુકા પંચાયત અને સિક્કા નગરપાલિકાના ભાજપના ઉમેદવારો જાહેર

જામનગર મહાનગરનો મહાજંગ : આ ૯૯ ઉમેદવારો ભાજપ-કોંગ્રેસનું ચિત્ર બગાડશે