જામનગર : હવે રાત્રે બાર વાગ્યા સુધી એપીએમસી ધમધમશે


જામનગર ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ હાપા સોમવારની ઇદની જાહેર રજા હોવાથી તમામ પ્રકારનો વ્યાપાર બંધ રહ્યો હતો. આવતીકાલ મંગળવારના રોજ અજમા, ધાણા, લસણ, ઘઉં, કપાસ સહિતની આવક થનાર છે. યાર્ડ ખાતે સવારે 6-30 થી 10 વાગ્યા દરમ્યાન કપાસની આવક થશે. જયારે તલ, મગ, અળદ, બાજરો, તુવેર, મઠ, મેથી, ચોરી, મરચા, મગફળીની હરરાજી માટે આવકનો સમય રાત્રે 8 થી 12 વાગ્યા સુધી રહેશે. આમ જામનગર માર્કેટીંગ યાર્ડમાં હવે ખેડુતોને પોતાના ખેત ઉત્પાદન વેંચવા માટે ઓપન આવકની પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાતથી ખેડુતમાં આનંદની લાગણી ફેલાઇ છે. 
 શનિવારના રોજ ચણા, ઘઉં, ધાણા, મગની હરરાજી થઈ હતી. માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલે જણાવ્યું હતું કે, યાર્ડ ખાતે ધાણાની હરરાજી માટે 100 ખેડૂતોમાંથી 96 ખેડુતો પોતાના ધાણાના વેંચાણ માટે આવ્યા હતાં. યાર્ડ ખાતે ધાણાની આવક 2196 ગુણી અને મણનો ભાવ રૂા. 750 થી 1320 રહ્યો હતો.આ ઉપરાંત ઘઉંની હરરાજી માટે 175 ખેડુતોને બોલાવવામાં આવ્યા હતા જેમાંથી 110  ખેડુતો હાજર રહ્યા હતા.યાર્ડ ખાતે ઘઉંની આવક 15640 મણ આવક થઈ છે અને પ્રતિ મણનો ભાવ રૂા. 335 થી 365 વચ્ચે રહ્યો હતો.
આ ઉપરાંત મગની હરરાજી માટે 80 ખેડુતોને બોલાવવામાં આવેલ જેમાંથી માત્ર 40 ખેડુતો એટલે કે 50 ટકા ખેડુતો આવ્યા હતાં. યાર્ડમાં 540 મણ એટલે કે 442 ગુણી મગની આવક નોંધાઇ હતી. જયારે મગનો ભાવ મણનો રૂા. 1160 થી 1340 વચ્ચે રહ્યો હતો.
યાર્ડ ખાતે ચણાની હરરાજી માટે 100 ખેડુતોને જાણ કરવામાં આવેલ જેમાંથી માત્ર 69 ખેડુતો જ આવ્યા હતાં. ત્યારે ચણાની આવક 1996 ગુણીની નોંધાઇ હતી. જયારે ચણાનો ભાવ રૂા.772 થી 818 રહ્યો હતો.

Comments

Popular posts from this blog

આવતી કાલથી હાલાર સહિત સૌરાષ્ટ્રના આ રેલ્વે સ્ટેશન પરથી રીજર્વેશન-રીફંડ સેવા શરુ..

જામનગર : જિલ્લા અને છ તાલુકા પંચાયત અને સિક્કા નગરપાલિકાના ભાજપના ઉમેદવારો જાહેર

જામનગર મહાનગરનો મહાજંગ : આ ૯૯ ઉમેદવારો ભાજપ-કોંગ્રેસનું ચિત્ર બગાડશે