અનાજ તો ન જ આપ્યું , ઉપરથી સસ્તા અનાજની દુકાનના સંચાલકે આવું કર્યું.....


જામનગર : હાલ કોરોના વાયરસના સંક્રમણના કારણે સરકાર દ્વારા લોકડાઉન પીરીયડ અમલમાં મુકવામાં આવ્યો છે. ત્રણ તબક્કામાં કડક અમલવારી બાદ ચોથા તબક્કામાં થોડી છૂટછાટ આપવામાં આવી છે. નાગરિકોને આવશ્યક ચીજ વસ્તુઓ મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સરકારે તો મફતમાં અનાજ આપવાની સ્કીમ લાગુ કરી છે. આ સ્કીમમાં અનાજ લેવા ગયેલ મહિલા સાથે સંચાલકે કરેલી બદતમીજી પોલીસ દફતરે પહોચી છે. જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં સતવારા ગરબી મંડળ પાસે નવાનગર બેંકની સામે ગત તા. ૨૦મીના રોજ રાત્રે નવેક વાગ્યે રાસનનો સમાન લેવા ગયેલ જયેશ દામજીભાઈ નકુમ અને તેની પત્ની પર દુકાન સંચાલકે અનાજ આપવાની ના પાડી બોલાચાલી કરી ઉસ્કેરાઈ જઈ, દિલીપભાઈ ગોસ્વામી અને  બીજા ત્રણ અજાણ્યા માણસોએ ગાળો બોલી લાકડી વતી માર મારી તેમજ ડેકારો કર્યો હતો જેમાં બીજા ચાર અજાણ્યા માણસોમાથી બે અજાણ્યા માણસોએ લાકડી તથા પાઇપ વતી મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવમાં જયેશભાઈના પત્નીને માથાના ભાગે ઈજા પહોચી હતી. જીજી હોસ્પીટલમાં સારવાર લીધા બાદ આ બનાવ અંગે જયેશભાઈ તમામ આરોપીઓ સામે આઈપીસી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબ સીટી બી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

Comments

Popular posts from this blog

પોલીસ અમને નપુસંક ન સમજે, સમયે જવાબ આપવામાં આવશે : વિક્રમ માડમ

જામનગર : હવે રાત્રે બાર વાગ્યા સુધી એપીએમસી ધમધમશે