હાલારના બંને જિલ્લાઓમાં પર તોળાઈ રહ્યો છે આવો ખતરો, જાણો વિસ્તારથી
જામનગર : સમગ્ર વિશ્વ હાલ કોરોના મહામારી સામે જંગે
ચડ્યું છે. કોરોનાને હરાવવા દુનિયા અવિરત પ્રયાસ કરી રહી છે. ત્યારે ગુજરાતના ત્રણ
જીલ્લાઓ પર બાહ્ય આક્રમણનો ખતરો તોળાઈ રહ્યો છે. આ એવું આક્રમણ છે જે એક-બીજા દેશ
વચ્ચેનું યુદ્ધ નથી, પરંતુ અન્ય દેશમાંથી મોટા ઝુંડમાં રવાના થયેલ તીડના આક્રમણનો
ખતરો છે. ત્રણ દિવસ પૂર્વે રાજસ્થાનથી બનાસકાઠા જિલ્લામાં તીડનું એક નાનું ઝુંડ
આવી ચડ્યું હતું. જેની સામે તંત્રએ
કાર્યવાહી કરી આ ખાતરને આગળ વધતો અટકાવ્યો હતો.પરંતુ એક મોટું તીડનું ઝુંડ
આફ્રિકાથી રવાના થયું છે અને ગુજરાત તરફ આવી રહ્યું છે એમ જામનગર કલેકટર રવિ શંકરે
જણાવ્યું છે. કલેકટરના નિવેદન મુજબ ચિંતાની બાબત એ છે કે આ ઝુંડ પોરબંદર, દેવભૂમિ
દ્વારકા અને જામનગર જીલ્લા તરફ આગળ વધી રહ્યું છે. આગામી સમયમાં આ ઝુંડ આપના
ત્રણેય જીલ્લાઓ પર આક્રમણ કરશે એમ જણાવી રવી શંકરે ત્રણેય જીલ્લાનું વહીવટી તંત્ર
આ ઝુંડના આક્રમણને ખાળવા માટે આગોતરી તૈયારી કરી રહ્યું છે એમ ઉમેર્યું હતું. જો કે વહીવટી તંત્રની સાથે નાગરિકોએ પણ તીડના
આક્રમણ સામે તૈયાર રહેવા જીલ્લા સમાહર્તાએ સુચના આપી છે.

Comments
Post a Comment