હાથલા ખાતે એકદમ સાદગીથી ઉજવાઈ શનિ જયંતિ



પોરબંદર : આજે વૈશાખ વદ અમાસ. શનિ જયંતિ, ધાર્મિક રીતે આજના દિવસનું અનેરું મહત્વ છે. આ તિથિએ શનિદેવનો જન્મ થયો હતો. કહેવાય છે કે જેના પર શનિદેવની કૃપા વરશે તેનો બેડો પર, આજે શનિદેવની જન્મ જયંતિએ કૃપાળુ દેવને પ્રસન્ન કરવા માટે ઉત્તમ છે. પનોતીના દેવતા તરીકે જાણીતા શનિદેવનું અંતઃ કરણથી પૂજન કરવામાં આવે તો નાની કે મોટી પનોતી હોય, મહાદશા કે અંતરદશા હોય તો દૂર થાય છે.આજના દિવસે દરેક ભાવિકોએ શનિદેવની વિશેષ પૂજા કરવી જોઈએ. આજે ભાણવડ તાલુકાના હાથલા ખાતે આવેલ શનિદેવના મંદિરે વિશેષ પૂજા કરવામાં આવી હતી. જોકે હાલ આરોગ્ય કટોકટીને કારણે મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ તે માટે પૂજારી પરિવાર જ પૂજા અર્ચનમાં સહભાગી બન્યો હતો. દર વર્ષે આજના દિવસે હાથલા ખાતે સૌરાષ્ટ્રભરનો માનવ મહેરામણ હાથલા ઉમટી પડે છે અને શનિદેવ પ્રત્યેની શ્રદ્ધાના દર્શન કરાવે છે. પરંતુ આજે માત્ર પૂજારી પરિવારે જ શનિદેવની આરતી ઉતારી પૂજા કરી હતી. આમ દિવસોમાં અહીં દરરોજ સંખ્યાબંધ ભાવિકો ઉમટે છે.

Comments

Popular posts from this blog

પોલીસ અમને નપુસંક ન સમજે, સમયે જવાબ આપવામાં આવશે : વિક્રમ માડમ

જામનગર : હવે રાત્રે બાર વાગ્યા સુધી એપીએમસી ધમધમશે