દેવભૂમિ દ્વારકા જીલ્લો આજથી આ રીતે બન્યો કોરોના મુકત



જામનગર : રાજ્યમાં જ્યારથી કોરોના સંક્રમણ શરુ થયું ત્યારથી એક મહિના સુધીના ગાળામાં રાજ્યના ત્રણ જીલ્લાઓ બાકાત રહ્યા હતા. પરંતુ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં અન્ય રાજ્યમાંથી આવેલ મહિલા પોજીટીવ સામે આવ્યા બાદ સલાયામાંથી એક્ટીવ દર્દીઓ નોંધાયા હતા. છેલ્લા એક પખવાડિયામાં દેવભૂમિ દ્વારકા જીલ્લામાં બાર દર્દીઓ નોંધાયા હતા જેમાં એક દર્દીને જામનગરની કોવીડ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી જયારે અન્ય અગ્યાર દર્દીઓને જીલ્લાના વડા મથક ખંભાલીયા ખાતેની સિવિલ હોસ્પીટલના અઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રથમ જામનગરની હોસ્પીટલમાંથી મહિલા દર્દી ડીસ્ચાર્જ થયા બાદ ખંભાલીયા ખાતે એક્ટીવ દર્દીઓ ધીરે ધીરે નેગેટીવ થઇ જતા ડીસ્ચાર્જ કરવામાં આવી રહ્યા છે ગઈ કાલ સુધી જીલ્લાના સાત એક્ટીવ દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા જે પૈકી તમામની તબિયત સારી થઇ જતા આજે સવાર સાતેય દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કોરોના ને મ્હાત આપનાર મામદ હુસેન ચાંગડા- ૨૯ વર્ષ, હમીદ સતાર ચાંગડા- ૨૨ વર્ષ, નોમાન રસીદ થૈયમ- ૮ વર્ષ, નાસીર રસીદ થૈયમ-૫ વર્ષ , એમાન ઇસ્માઇલ થૈયમ-૧૫ વર્ષ, જમીલા અનવર ચાંગડા- ૩૫ વર્ષ, મુસ્કાન અનવર ચાંગડા, ૧૫ વર્ષ વાળા દર્દીઓ આજે ડીસ્ચાર્જ કરવામાં આવતા જીલ્લો આજે કોરોના મુક્ત થયો છે. હાલ જીલ્લામાં એક પણ એક્ટીવ કેશ નથી. જો કે આજે ડીસ્ચાર્જ કરાયેલ દસ દિવસ સુધી હોમ ક્વોરેનટાઈન કરવામાં આવશે.
(તસ્વીર પ્રતીકાત્મ છે)

Comments

Popular posts from this blog

પોલીસ અમને નપુસંક ન સમજે, સમયે જવાબ આપવામાં આવશે : વિક્રમ માડમ

જામનગર : હવે રાત્રે બાર વાગ્યા સુધી એપીએમસી ધમધમશે