આવતી કાલથી ઓખા-તિરુવનંતપુરમ સેન્ટ્રલ વચ્ચે ચાલશે વિશેષ પાર્સલ ટ્રેન


આવતી કાલથી ઓખા-તિરુવનંતપુરમ સેન્ટ્રલ વચ્ચે ચાલશે વિશેષ પાર્સલ ટ્રેન 


જામનગર : કોરોના વાયરસ સંક્રમણ આપત્તિ દરમિયાન પશ્ચિમ રેલ્વે દ્વારા વિશેસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. લોકડાઉનના ચોથા ચરણમાં દેશના વિભિન્ન ભાગમાં દવાઓ,  તબીબી ઉપકરણો, તબીબી વસ્તુઓ, ખાદ્ય ચીજો વગેરે જેવી આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય માટે વિશેષ ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે આવતી કાલથી એટલે કે 21 મે , 2020 ના રોજ ઓખા-તિરુવનંતપુરમ સેન્ટ્રલ અને 23 મે, 2020 ના રોજ  તિરુવનંતપુરમ સેન્ટ્રલ - ઓખા વચ્ચે પાર્સલ વિશેષ ટ્રેન ચાલશે.

ઓખા - તિરુવનંતપુરમ સેન્ટ્રલ પાર્સલ સ્પેશિયલ ટ્રેન 21 મે 2020 ના રોજ બપોરે 13.10 વાગ્યે ઓખા થી ઉપડશે અને તે જ દિવસે સાંજે 
17.15 વાગ્યે રાજકોટ પહોંચશે અને ત્રીજા દિવસે તિરુવનંતપુરમ સેન્ટ્રલ બપોરે 12.00 વાગ્યે પહોંચશે . આવી જ રીતે ટ્રેન નંબર 00934 તિરુવનંતપુરમ સેન્ટ્રલ ઓખા પાર્સલ વિશેષ ટ્રેન 23 મે , 2020 ના રોજ રાત્રે 23:00 વાગ્યે તિરુવનંતપુરમ સેન્ટ્રલથી ઉપડશે અને ત્રીજા દિવસે સાંજે 17.25 વાગ્યે રાજકોટ અને ઓખા રાત્રે 21.40 વાગ્યે પહોંચશે . આ ટ્રેન બંને દિશાઓમાં જામનગર , રાજકોટ , સુરેન્દ્રનગર
અમદાવાદ , આણંદ , વડોદરા , ભરૂચ , સુરત , વસઈ રોડ , પનવેલ , રોહા , રત્નાગિરી કનકવાલી , મડગાંવ , ઉડુપી , મેંગલોર , કન્નુર , કોઝિકોડ , શોરનુર , થ્રિસુર , અર્નાકુલમ ટાઉન , કોટ્ટાયામ અને કોલ્લમ સ્ટેશનો પર રોકાશે.



Comments

Popular posts from this blog

પોલીસ અમને નપુસંક ન સમજે, સમયે જવાબ આપવામાં આવશે : વિક્રમ માડમ

જામનગર : હવે રાત્રે બાર વાગ્યા સુધી એપીએમસી ધમધમશે