જીજી હોસ્પીટલના તબીબો બની રહ્યા છે કોરોનાગ્રસ્ત, કેમ ?


જામનગર : રાજ્યમાં કોરોના સંક્રમણમાં અમદાવાદ બફર સ્ટેશન પુરવાર થયું છે. રાજ્યના મોટાભાગના કેશ પૈકી મહતમ દર્દીઓમાં અમદાવાદના દર્દીઓનો સમાવેશ થાય છે. એક્ટીવ કેશનું સતત પ્રમાણ વધતા અમદાવાદની સરકારી હોસ્પિટલ્સમાં તબીબોની ઘટ ઉભી થઇ હતી. જેને પહોચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા અન્ય જિલ્લાઓમાંથી તબીબોને અમદાવાદની ફરજ સોપી હતી. જેમાં પ્રથમ વખત જામનગર ખાતેથી કોલેજ ફેકલ્ટીઝ સહીત ૨૪ તબીબોને અમદાવાદ જવાનું ફરમાન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં સાપ્તાહિક ફરજ બજાવ્યા બાદ રીપોર્ટ કરવામાં આવતા ૨૪ પૈકી ચાર તબીબો કોરોનાગ્રસ્ત જાહેર થયા હતા. જેને લઈને તબીબોમાં ફફડાટ ફેલાયો હતો. દરમિયાન વધુ તબીબોની એક ટુકડીને અમદાવાદની ફરજ સોંપવામાં આવતા હોસ્પિટલ-કોલેજના બબીબી વર્તુળમાં રોષ ફેલાઈ ગયો હતો. આ રોષ વ્યાજબી ત્યારે પુરવાર થયો જયારે બીજી બેંચના અમદાવાદ ફરજ પર ગયેલ બીજી બેંચના વધુ એક તબીબ કોરોનાગ્રસ્ત બન્યા છે. બીજી બેંચના તબીબ પોજીટીવ આવે તે પૂર્વે આ રોષ ખાળવા માટે રાજ્ય સરકારે દરમિયાનગીરી કરી હતી. તબીબોમાં રોષ ધીરે ધીરે પ્રબળ બનતા નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ, જામનગરના જ કેબીનેટ મંત્રી આરસી ફળદુ અને ધર્મેદ્ર્સિંહ જાડેજાએ તબીબોને ખાતરી આપી હવે પછી અમદાવાદ નહી મોકલાય,  રાજ્ય સરકારની મૌખિક ખાતરી છતાં પણ રાજ્યના આરોગ્ય સચિવે ઉપરવટ જઈ જીજી હોસ્પીટલના વધુ બાર તબીબોને અમદાવાદની ફરજ સોપતા ઓર્ડર કાઢ્યા હતા. જેને લઈને જીજી હોસ્પીટલના તબીબોમાં ફરી રોષનું મોજું પ્રબળ બન્યું છે. જે તબીબોનો ઓર્ડર કરવામાં આવ્યો છે તે તબીબી ટુકડીને જામનગરથી રવાના પણ કરી દેવામાં આવી છે. બીજી ટુકડીમાંથી પણ એક તબીબ કોરોનાગ્રસ્ત જાહેર થતા તબીબોમાં રોષ ફેલાયો છે. આગામી સમયમાં તબીબો ફરજને લઈને રસ્તા પર આવે તો નવાઈ નહી. 

Comments

Popular posts from this blog

પોલીસ અમને નપુસંક ન સમજે, સમયે જવાબ આપવામાં આવશે : વિક્રમ માડમ

જામનગર : હવે રાત્રે બાર વાગ્યા સુધી એપીએમસી ધમધમશે