જામનગર : આજે વધુ એક પોજીટીવ કેસ, વીસ દિવસમાં ૪૪ દર્દીઓ
જામનગરમાં ધીરે ધીરે કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. આજે વધુ એક દર્દીનો રીપોર્ટ પોજીટીવ આવ્યો છે. ગઈ કાલે સાંજે જામનગર શહેરમાંથી વધુ ૬૯ નમૂનાઓનું જીજી હોસ્પીટલની લેબમાં પરીક્ષણ થયું હતું, આ નમૂનાઓ પૈકી ભીમવાસમાં રહેતો અને મુંબઈથી પરત ફરેલ ૪૭ વર્ષીય એક આધેડનો રીપોર્ટ પોજીટીવ આવ્યો છે. જો કે મુંબઈથી પરત ફરતા જ આ આધેડને સમરસ હોસ્પિટલમાં ક્વોરેનટાઈન કરવામાં આવ્યા હતા. તેઓનો રીપોર્ટ પોજીટીવ આવતા સમરસમાંથી જીજી હોસ્પિટલની કોવીડ ૧૯ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. આજે જામનગરની જીજી હોસ્પિટલમાં કુલ ૧૬૪ નમૂનાઓ પરીક્ષણમાં આવ્યા છે જેમાં જામનગરના ૩૧, દેવભૂમિ દ્વારકા જીલ્લામાંથી ૩૬, મોરબી જીલ્લાના ૫૯ અને પોરબંદરના ૩૮ નમૂનાઓ આવ્યા છે, જે પૈકી ૯૫ નમૂનાઓ નેગેટીવ આવ્યા છે. હજુ ૬૯ દર્દીઓના રીપોર્ટ પરીક્ષણ હેઠળ છે. ભૂતકાળથી લઇ અત્યારની વાત કરવામાં આવેતો છેલ્લા વીસ દિવસમાં ૪૪ દર્દીઓ પોજીટીવ નોંધાયા છે જેમાં એક બાળ દર્દીનું મૃત્યુ થયું છે જયારે ૩૩ દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

Comments
Post a Comment