લગ્નને ન નડ્યું લોકડાઉન, જામનગર જીલ્લાના પોણા બસો યુવાહૈયાઓએ સંસારમાં ડગ માંડ્યા
જામનગર : જામનગર જીલ્લામાં છેલ્લા ૫૪ દિવસથી
લોકડાઉન પીરીયડ ચાલી રહ્યો છે. સરકાર દ્વારા આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયના તમામ વ્યવહાર
પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. જેમાં તમામ ધર્મના મંદિરો પર આવી ગયા છે.
વહીવટી તંત્ર દ્વારા લોકડાઉનની ગાઈડ લાઈન મુજબ કોરોના વાયરસના સંક્રમણને રોકવા
માટે કામગીરી શરુ કરી હતી. જેમાં જુદા જુદા પ્રતિબંધિત જાહેરનામાંનું પાલન કરાવવા
પોલીસે કાર્યવાહી શરુ કરી હતી. લોકડાઉનની અમલવારી પૂર્વે અનેક સામાજિક અને ધાર્મિક
કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ લોકડાઉનના પગલે આ તમામ કાર્યક્રમો
રદ કરવામાં આવ્યા હતા. જેમાં સૌથી મોટી નિરાશા હાથ લાગી હતી લગ્ન ઈચ્છુક યુવા
હૈયાઓને, લોકડાઉન પૂર્વે જ લગ્ન નક્કી થઇ ગયા બાદ લગ્ન મોકૂફ રાખવાની નોબત આવીને
ઉભી રહી જતા અનેક યુવા હૈયાઓ નિરાશ થઇ હતી. પ્રતિબંધ લાદી દેવામાં આવેલ તમામ
ધાર્મિક અને સામાજિક કાર્યક્રમ પૈકી મોટો ફટકો લગ્ન પ્રસંગ પર પડ્યો હતો. પરંતુ
ચોતરફથી ઉઠેલ માંગણીને લઈને વહીવટી તંત્ર દ્વારા લગ્ન પ્રસંગમાં મહત્વનો નિર્ણય લેવામાં
આવ્યો, જે મુજબ લગ્ન પ્રસંગનો પ્રતિબંધ
હળવો કરી શરતી મંજુરી આપવામાં આવી હતી. જેને લઈને અનેક યુવાહૈયાઓમાં ખુશીની લાગણી
પ્રસરી ગઈ હતી. જે ઘરે પ્રસંગ હોય તેઓએ વહીવટી તંત્રની મંજુરી ફરજીયાત બનાવવામાં
આવી હતી. જામનગર જીલ્લામાંથી અગાઉથી નક્કી કરી લેવામાં આવેલ લગ્ન ઉછુક યુવાહૈયાઓએ
આ છૂટછાટમાં લગ્ન માટે અરજીઓ કરી હતી. માત્ર વીસ જ વ્યક્તિઓની ઉપસ્થિતિમાં સામાજિક
અંતર જાળવી અને માત્ર બે જ વાહનો લગ્ન પ્રસંગમાં મંજુરી આપવામાં આવી હતી. કલેકટર
કચેરીમાં આવેલ તમામ અરજીઓને પાસ કરવામાં આવી હતી. ગઈ કાલે જામનગર જીલ્લામાં છ લગ્ન
પ્રસંગ પુરા કરવામાં આવ્યા હતા. છેલ્લા એક
સપ્તાહના ગાળામાં જામનગર શહેરના એકતાલીશ, કાલાવડ તાલુકાના આઠ અને લાલપુર તાલુકાના
પાંચ તેમજ જામજોધપુર તાલુકાના એક તેમજ ધ્રોલ તાલુકાના ઓગણીસ લગ્ન પ્રસંગ સંપન્ન
થયા છે.
Comments
Post a Comment