એ આગ કબ બુજેગી ? બીજા દિવસે પણ બંધાણીઓએ લાંબી કટારો લગાવી


જામનગર: લોકડાઉનના ચોથા તબક્કામાં મોટાભાગના નિયત્રણ હટાવી લેવામાં આવ્યા છે. કન્ટેઇનમેન્ટ જોન સિવાયના અન્ય વિસ્તારોમાં મોટાભાગે છૂટછાટ આપી દેવામાં આવી છે. જેને લઈને દિવસો સુધી પાનમસાલાની તલબ તબાવીને બેઠેલ બંધાણીઓ બજારોમાં ઉમટી પડ્યા છે. ગઈ કાલ બાદ આજે પણ જામનગરમાં આવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં આવેલ પાન મસાલાની દુકાનો પર અડધા કિમી ઉપરાંતની લાઈનો જોવા મળી હતી. ૫૬ દિવસના લાંબા લોક ડાઉનના કારણે પાન મસાલા અને બીડી માટે વલખા માર્યા બાદ વ્યસ્નીઓએની ભીડ દુકાનો તરફ વળી છે. વ્યસનની તલબ સંતોષવા માટે સવારે છ વાગ્યાથી લાઈનો લાગી ગઈ હતી. આવી સ્થિતિ વચ્ચે સામાજિક અંતરના નિયમના ધજાગરા ઉડ્યા હતા. વધુ પડતી ભીડ ઉમટી પડતા પોલીસ દરીયાનગીરી કરી વેપાર અટકાવ્યો હતો પરંતુ લાંબી લાઈનોને લઈને તંગદીલી ન ફેલાય તે માટે બંધોબસ્ત સાથે વ્યાપાર અવિરત રાખવામાં આવ્યો હતો. બીજી તરફ બંધાણીઓ પણ બે માસમાં કાળા બજારથી લુંટાઈ ગયા હોવાનું જણાવી ખરીદી કરવા લાઈન લગાવી હોવાનું જણાવ્યું હતું.  

Comments

Popular posts from this blog

પોલીસ અમને નપુસંક ન સમજે, સમયે જવાબ આપવામાં આવશે : વિક્રમ માડમ

જામનગર : હવે રાત્રે બાર વાગ્યા સુધી એપીએમસી ધમધમશે