ચેલા કેમ્પના એસઆરપી જવાને એવું તે શું કર્યું કે પીઆઈએ ફરિયાદી બનવું પડ્યું ?



જામનગર : રાજ્યભરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું છે એમાય અમદાવાદમાં તો દરરોજ સંખ્યાબંધ દર્દીઓ નોંધાય છે.અમદાવાદમાં વાયરસ વધુ સંક્રમિત ન થાય તે માટે ચુસ્ત લોકડાઉનના ભાગ રૂપે રાજ્યભરમાંથી પોલીસ-એસઆરપીને બંદોબસ્તમાં બોલાવવામાં આવી રહી છે. જેમાં જામનગરમાંથી અનેક ટુકડીઓ એક સપ્તાહનો પીરીયડ પૂરો કરી પરત ફરી છે. આવી જ એક ટુકડી પાંચ દિવસ પૂર્વે ચેલા એસઆરપી કેમ્પ પહોચી હતી. જેમના તમામ જવાનોને લાલપુરની ગણેશ વિદ્યાલયમાં ક્વોરેનટાઈન હેઠળ રાખવામાં આવ્યા હતા. જેથી સંક્રમણને ખાળી સકાય પરતું સરૂપાજી સતુભા સોઢા ઉવ ૪૭ નામના એસઆરપી જવાને ક્વોરેનટાઈન સેન્ટર છોડી બહાર નીકળી ગયા હતા. જેથી એસઆરપી ગ્રુપ ૧૭ના હથિયારી પીઆઈ મોહમદ સકીલ મકવાણાએ બેદરકાર જવાન સામે લાલપુર પોલીસ દફતરમાં આઈપીસી કલમ ૧૮૮, ૨૬૯ તથા ડીઝાસ્ટર મેનેજમેંટ એક્ટ ૨૦૦૫ ની કલમ ૫૧(બી) મુજબ તથા ધી એપિડેમીક ડીસીઝ એક્ટની કલમ ૧૮૫૭ ની કલમ ૩ મુજબ  ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોતે રેડ ઝોનમાંથી ફરજ બજાવી આવેલ હોવા છતાં અન્ય નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વિના જાણ  કર્યા વિના જ કોરોન્ટાઇન સેન્ટર માંથી બહાર નીકળી વાયરસ ફેલાઇ તેવી બેદરકારી દાખવી હોવાનું કૃત્ય કર્યું હોવાનો આક્ષેપ લગાવાયો છે. આ ફરિયાદના આધારે લાલપુર પીએસઆઈ બી એસ વાળા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

Comments

Popular posts from this blog

પોલીસ અમને નપુસંક ન સમજે, સમયે જવાબ આપવામાં આવશે : વિક્રમ માડમ

જામનગર : હવે રાત્રે બાર વાગ્યા સુધી એપીએમસી ધમધમશે