જિસ બાત કા ડર થા વહી હુઆ, છૂટછાટના પ્રથમ દિવસે શહેરમાં અંધાધુંધી






જામનગર શહેર સહીત જીલ્લાભરમાં લોકડાઉન ૪.૦ અન્વયે મોટા ભાગના વ્યવસાયોને છૂટછાટ આપવામાં આવી છે. મંગળવારના રોજથી ગુજરાત સહીત જામનગરભરના લોકોમાં ૨ મહિનાના લોકડાઉન બાદ આનંદની લાગણી છવાઈ ગઈ છે. રાજ્ય સરકારે પાન-મસાલા સહિતની દુકાનોને છુટ આપી હોવાથી વ્યસનીઓ સવારથી જ પાન, મસાલા,બીડી, સિગારેટ ખરીદવા માટે નીકળી પડ્યા છે. જામનગરમાં જ્યાં પણ પાનના ગલ્લાઓ ખુલ્યા છે ત્યાં લોકો સોશિયલ ડીસ્ટન્સના નિયમો અને કોરોના વાયરસના સંક્રમણને ભૂલીને ઠેરઠેર જગ્યાએ ટોળે વળ્યા છે. જયારે બજરની બંધાણી મહિલાઓ પણ બજરની દુકાનોમાં બજર લેવા માટે ટોળે વળી છે. પરંતુ લોકડાઉનમાં સૌથી વધુ છુટછાટ મળી હોવાનો આજે પહેલો દિવસ છે એટલે લોકોની ભીડ થવી સ્વાભાવિક વાત છે. આ સિવાય પણ સલુનની દુકાનો, બેકરી,મોબાઈલ,પગરખા જેવી અનેક દુકાનો ચાલુ થઇ હોવાથી લોકો દરેક જગ્યાએ ટોળે વળી રહ્યા છે. પરંતુ ગુજરાત સરકાર દ્વારા માસ્ક ફરજીયાત પણે કરી દેવામાં આવેલ હોય અને માસ્ક ન પહેરનારને રૂ.૨૦૦નો દંડ ભરવાનો હોવાથી લોકો માસ્કમાં તો જોવા મળ્યા પણ સોશિયલ ડીસ્ટન્સના નિયમોનું ભાન ભૂલ્યા છે. લોકડાઉનમાં લોકોને કામવગર બહાર જવાનું ન હોવાથી બે મહિનાથી રસ્તાઓ પણ ખાલી હતા જયારે આજે ઉદ્યોગ,વેપાર-ધંધાઓ,દુકાનોને છુટમળતા રસ્તાઓ પર પણ ટ્રાફિક જોવા મળી રહ્યો છે. દુકાનદારો દ્વારા પણ લોકોને અનેક વખત સમજાવવા છતાં વસ્તુઓ લેવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. લોકડાઉન ૪.૦ હજુ અમલ માં જ છે પરંતુ લોકોને છૂટ મળી એનો મતલબ એવો નથી કે કોરોના વાયરસનો ભય ટળ્યો છે. કોરોનાની ગંભીરતા હજુ પણ લોકોએ ધ્યાનમાં લઈને જ ચાલવું પડશે તો જ આ મહામારીથી બચી શકાશે. અને હાલ તો સરકાર દ્વારા એસટી બસો ચાલુ કરવાની જાહેરાત કરવામાં આવી હોવાથી કોરોનાનો ભય ફેલાવાની તથા દુકાનો ચાલુ થવાથી લોકો સામાજિક અંતર નહી જાળવે તો કોરોના ની ચપેટમાં આવતા વાર નહી લાગે. 


Comments

Popular posts from this blog

પોલીસ અમને નપુસંક ન સમજે, સમયે જવાબ આપવામાં આવશે : વિક્રમ માડમ

જામનગર : હવે રાત્રે બાર વાગ્યા સુધી એપીએમસી ધમધમશે