પાલ આંબલિયા સામેની પોલીસ કાર્યવાહી સરકારના ઈશારે : દ્વારકા એનએસયુઆઈ


ખંભાળિયા : હાલ કોરોના ની મહામારી ચાલી રહી છે અને આ મહામારી માં જગતનો તાત ખેડુત મુશ્કેલી માં મુકાયો છે. ખેડૂતોને યોગ્ય પોષણ ક્ષમ ભાવ નથી મળી રહ્યા તે બાબતે ગઇ કાલે ખેડુત આગેવાનો પાલભાઈ આંબલિયા, દેવુભાઈ ગઢવી, ચેતન ગઢીયા અને ગિરધરભાઈ વાઘેલા સહિતનાં આગેવાનો રાજકોટ કલેક્ટરને રજુઆત કરવા પહોંચે તે પહેલા જ સરકાર નાં ઇશારે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને જાહેરનામાં ભંગ બદલ કાર્યવાહી કરાઈ, પોલીસ દ્વારા બે દિવસ લોકઅપ માં રાખવામાં આવ્યા છે અને  ઢોર માર મારવામા આવતા દેવભૂમિ દ્વારકા જિલ્લા એનએસયુઆઈ દ્વારા આ ઘટનાને રાજકીય પાર્ટ ગણાવી પોલીસ સામે પગલાં ભરવાની દ્વારકા કલેકટર સમક્ષ રજૂઆત કરી માંગણી કરી છે. આ સાથે વિદ્યાર્થી સંગઠન દ્વારા વેધક સવાલો પણ કરવામાં આવ્યા હતા.શું ખેડૂતો પોતાની ખેત પેદાશ PM કેર ફંડમાં દાન કરે તો એને ગુનો ગણાય....????શું ખેડૂતોને PM કેર ફંડમાં દાન કરવાનો અધિકાર નથી.....????જો અધિકાર નથી તો કેમ નથી.....????કારણ.....????
 અને અધિકાર હોય તો  રાજકોટમાં કલેકટરના માધ્યમથી ડુંગળી, કપાસ અને એરંડા PM કેર ફંડમાં જમા કરવા ગયેલા ખેડૂતોની ધરપકડ શા માટે....????ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયા, ગિરધરભાઈ વાઘેલા, ચેતન ગઢિયા, દેવુભાઈ ગઢવી, પ્રવીણ પટોડીયા ની ધરપકડ કેટલી વ્યાજબી......????
સરકાર અને પોલીસ  પાલભાઈ આંબલીયા અને ખેડુત આગેવાનો ને તાત્કાલિક તેમના પર કરેલા કેસો પાછા ખેંચવામાં આવે અને પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહિ કરવામાં આવે એમ રજુઆતમાં માંગણી કરવામાં આવી છે. તેવી રજુઆત કલેક્ટર ને આવેદન આપી કરવામાં આવી. જો ખેડુત આગેવાનો ને આમજ ખોટી રીતે હેરાન કરવામા આવશે તો  સમગ્ર ગુજરાત માં ખેડુતો રસ્તા પર આવવા મજબુર બનશે અને ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ કરશે. આવેદનપત્ર આપવા  પ્રમુખ દાના માડમ,કોંગ્રેસ શહેર મહામંત્રી હિતેશ નકુમ,  NSUI ઉપપ્રમુખ ગોવિંદ આંબલિયા, અને યુથ કોંગ્રેસના દેવ ચાવડા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Comments

Popular posts from this blog

પોલીસ અમને નપુસંક ન સમજે, સમયે જવાબ આપવામાં આવશે : વિક્રમ માડમ

જામનગર : હવે રાત્રે બાર વાગ્યા સુધી એપીએમસી ધમધમશે