બનવું છે આત્મ નિર્ભર ? આવતી કાલથી શરુ થતી યોજનાને જાણો
બનવું છે આત્મ નિર્ભર ? આવતી કાલથી શરુ થતી યોજનાને
જાણો
આવતી કાલથી રાજ્ય સરકારની આત્મ નિર્ભર યોજનાની
પ્રક્રિયાનો આરંભ થઇ રહ્યો છે. વડાપ્રધાન દ્વારા ભારતને આત્મ નિર્ભર બનાવવા કરાયેલ
અપીલને અનુસંધાને આ યોજના લાવવામાં આવી છે. આ યોજનાનું પ્રારૂપ અને લાભ તથા સમયઅવધી
સહીતની તમામ માહિતી અહી રજુ કરવામાં આવી છે.
આવી છે આત્મ નિર્ભર સહાય યોજના
( ૧ ) આ યોજના ‘
આત્મ નિર્ભર ગુજરાત સહાય યોજના ' તરીકે ઓળખવામાં
આવશે .
( ૨ ) આ યોજનાનો મુખ્ય હેતુ નાના વેપારીઓ , મધ્યમ વર્ગની
વ્યક્તિઓ , વ્યક્તિગત કારીગરો તથા શ્રમિક વર્ગ માટે બિન તારણ ધિરાણ ઉપર વ્યાજ સહાય મળે
તે છે .
( 3 ) ગુજરાત રાજ્ય સહકારી બેંક લી ., જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક્સ લી. તથા
રાજ્યમાં આવેલ તમામ નાગરિક સહકારી બેંકો (મલ્ટી સ્ટેટ કો.ઓપ. એક્ટ હેઠળ
નોંધાયેલ બેંકો સહિત) તથા ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીઝ દ્વારા ગુજરાત રાજ્યમાં
કાર્યરત નાના વેપારીઓ, મધ્યમ વર્ગની વ્યક્તિઓ , વ્યક્તિગત કારીગરો તથા શ્રમિક વર્ગની વ્યક્તિઓને નીચે
મુજબના તબક્કામાં રૂ.૧,૦૦,૦૦૦ / - સુધીનું ધિરાણ પુરુ પાડશે .
1 ) રૂ .૨૫,૦૦૦ / - સુધી ,
2 ) રૂ .૨૫,૦૦૧ / - થી રૂ .૫૦,૦૦૦ /
3 ) રૂ .૫૦,૦૦૧ / - થી રૂ .૭૫,૦૦૦ /
4 ) રૂ .૭૫,૦૦૧ / - થી રૂ .૧,૦૦,૦૦૦ /
( ૪ ) આ ધિરાણની રકમના તબક્કામાં તમામ કયા વ્યવસાયોને આવરી લેવાના
રહેશે તે બાબત સંબંધિત બેંક અને ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટી દ્વારા નક્કી
કરવાનું રહેશે. આ ધીરાણ ગુજરાતના ડોમીસાઇલને મળવાપાત્ર રહેશે .
( ૫ ) ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીઓ દ્વારા તેઓના પેટાકાયદાની
જોગવાઈઓને ધ્યાને લઈને તેની મર્યાદામાં ધિરાણ કરવાનું રહેશે .
( ૬ ) આ યોજના હેઠળ કોઈપણ વ્યક્તિ એક જ વખત લાભ મેળવી શકશે .
( ૭ ) સહકારી બેંકો અને ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીઓ દ્વારા
લાભાર્થીઓને આ યોજના હેઠળ આપવામાં આવનાર ધિરાણ ઉપર મહત્તમ વ્યાજ દર ૮ % રાખવાનો રહેશે. વ્યાજની ગણતરી ઘટતી જતી બાકી પર ગણવાની રહેશે .
( ૯ ) આ યોજનાનો સમય ગાળો ૩ વર્ષનો રહેશે જેમાં , પ્રથમ ૬ માસનો સમય
મોરેટોરીયમ
પિરીયડ ગણાશે. મોરેટોરીયમ પિરીયડમાં
રાજય સરકાર દ્વારા નિયત થયેલ દરે વ્યાજ સહાય ચુકવવામાં આવશે .
( ૧૦ ) આ યોજના તા.૨૧-૫-૨૦૨૦ થી તા .૩૧/૦૮/૨૦૨૦ સુધીના સમયગાળામાં અનુક્રમ નં . ( ૩ ) માં
દર્શાવેલ બેંક / ક્રેડિટ કો.ઓપરેટીવ સોસાયટીઓને અરજી કરનાર લાભાર્થીઓને લાગુ પડશે .
( ૧૧ ) ધિરાણ મેળવનાર અરજદારની અરજી મળેથી અરજી પરત્વે સંબંધિત
સહકારી બેંક ક્રેડિટ કો.ઓપરેટીવ સોસાયટીઓએ ત્વરીત નિર્ણય બેંક ક્રેડિટ
કો.ઓપરેટીવ સોસાયટીઓએ તમામ અરજીઓનો કરવાનો નિર્ણય રહેશે . પરંતુ સહકારી મોડામાં મોડો તા .૩૧ / ૧૦ / ૨૦૨૦
સુધીમાં કરવાનો રહેશે . જયારે મંજૂર કરવામાં આવેલ અરજીઓમાં ધિરાણની રકમ તા .૧૫/૧૧/૨૦૨૦
સુધીમાં લાભાર્થીને આપવામાં આવેલ હશે તેવા કિસ્સામાં રાજય સરકાર દ્વારા યોજનાના
ઢાંચા મુજબ સહાય ચુકવવામાં આવશે .
( ૧૨ ) આ યોજના હેઠળ ધિરાણ મેળવનાર તમામ લાભાર્થીઓને રાજ્ય સરકાર
દ્વારા વાર્ષિક ૬ % ના દરે વ્યાજ સહાય આપવામાં આવશે . ( મોરેટોરીયમ પિરીયડ સહિત )
જયારે લાભાર્થીને વાર્ષિક ૨ % ના વ્યાજદરે ધિરાણ મળી રહેશે .
( ૧૩ ) આ યોજના હેઠળ રાજ્ય સરકાર તરફથી ધિરાણ કરનાર સહકારી
બેંકોક્રેડિટ કો.ઓપરેટીવ સોસાયટીઓને તેઓ દ્વારા કરવામાં આવેલ કુલ ધિરાણના ર %
મુજબ એક વખત માટે ( for one time only )
Incentive આપવામાં આવશે .
( ૧૪ ) આ યોજના હેઠળ જરૂરીયાતમંદ તમામ લોકોને મહત્તમ લાભ મળે તે
સહકારી બેંકોક્રેડિટ
કો.ઓપરેટીવ સોસાયટીઓ દ્વારા
સુનિશ્ચિત કરવાનું રહેશે .
( ૧૫ ) હયાત વ્યવસાયમાં કાર્યરત હોય તેઓને આ યોજના હેઠળ ધિરાણ મળી
શક્યું . આ અંગે લાભાર્થી તા .૦૧ / ૦૧ / ૨૦૨૦ ના રોજ હયાત વ્યવસાયમાં કાર્યરત હોવા
જોઈએ .
( ૧૬ ) આ યોજના હેઠળ લોન મેળવનાર લાભાર્થીની હાલની ચાલ લોન મુદત વીતી
હોવી જોઈએ નહી .
( ૧૭ ) કેન્દ્ર તથા રાજય સરકારની કચેરીઓ-અર્ધ સરકારી કચેરીઓ તથા
સ્થાનિક સત્તા મંડળની કચેરીઓમાં તેમજ કેન્દ્ર તથા રાજય સરકારના બોર્ડ-કોર્પોરેશનમાં
તથા તમામ બેંકોમાં ફરજ બજાવતાં કર્મચારીઓને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે
નહિ.ઉપરોકત કચેરીઓ બેંકોમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપરા એડહોક ધોરણે કામ કરતી વ્યક્તિઓને પણ આ
યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે નહિ .
( ૧૮ ) આ યોજનાના અમલીકરણ માટે જિલ્લા સહકારી બેંકો માટે નોડલ એજન્સી
તરીકે ગુજરાત રાજ્ય સહકારી બેંક લી . તથા નાગરિક સહકારી બેંકો માટે નોડલ
એજન્સી તરીકે ગુજરાત અર્બન બેંક્સ કો - ઓપ.ફેડરેશન લી . રહેશે . જ્યારે
ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટી માટે નોડલ એજન્સી તરીકે સંબંધિત જિલ્લાના જિલ્લા
રજિસ્ટ્રાર , સહકારી મંડળીઓ રહેશે .
( ૧૯ ) નોડલ એજન્સી દ્વારા ધિરાણ ઉપર વ્યાજ સહાયની એકત્રિત દરખાસ્ત
રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ , ગુજરાત રાજ્ય , ગાંધીનગરને રજુ
કરવાની રહેશે .
( ૨૦ ) ગુજરાત રાજ્ય સહકારી બેંક લી . દ્વારા તમામ જિલ્લા સહકારી
બેંકોની વ્યાજ સહાયની એકત્રિત દરખાસ્ત રજુ કરવાની રહેશે.
( ૨૧ ) ગુજરાત અર્બન કો - ઓપ . બેંક
ફેડરેશન લી . દ્વારા રાજ્યની તમામ નાગરીક સહકારી બેંકોની વ્યાજ સહાયની એકત્રિત દરખાસ્ત
રજુ કરવાની રહેશે .
( ૨૨ ) સંબધિત જિલ્લા રજિસ્ટ્રાર , સહકારી મંડળીઓ દ્વારા તેમના જિલ્લાની
તમામ ક્રેડિટ કો.ઓપરેટીવ સોસાયટીઓની વ્યાજ સહાયની એકત્રિત દરખાસ્ત રજુ કરવાની
રહેશે .
( ૨૩ ) સહકારી બેંકો-ક્રેડિટ કો.ઓપરેટીવ સોસાયટીઓ દ્વારા આપવામાં
આવેલ વ્યાજ સહાયની રકમ રાજ્ય સરકાર દ્વારા ત્રિમાસિક (Quarterly) ધોરણે રીએમ્બર્સ
કરી આપવામાં આવશે .
( ૨૪ ) આ યોજનાના અમલ માટે સંબંધિત બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ
દ્વારા યોજનાના અમલ માટે ઠરાવ કરવાનો રહેશે .
( ૨૫ ) KY : Norms નું પાલન કરવાનું રહેશે . આ ઉપરાંત , જુદા જુદા સમાજ , એસોસીએશન તથા સંગઠનોનો રેફરન્સ
મેળવી શકશે .
( ૨૬ ) બિન તારણ ધિરાણ મેળવતા એકમો વ્યક્તિઓ પાસેથી બેંક / ક્રેડિટ
કો.ઓપરેટીવ સોસાયટી દ્વારા કોઈપણ પ્રકારના વધારાના ચાર્જીસ જેવા કે ફોર્મ ફી , સ્ટેમ્પ ડ્યુટી અને પ્રોસેસીંગ ચાર્જ
આકારવાના રહેશે નહીં .
( ૨૭ ) સહકારી બેંકોક્રેડિટ કો - ઓપરેટીવ સોસાયટીના સભાસદ ના હોય
તેવી વ્યક્તિઓને-વેપારીઓને નોમિનલ સભાસદ બનાવી ધિરાણ
આપવામાં આવે તેવા કિસ્સામાં સંસ્થાના પેટા - કાયદા મુજબ લેવાપાત્ર કોઈ
નોમિનલ સભાસદ બનાવવા માટેની ફી ચાર્જીસ આવી વ્યક્તિઓ / વેપારીઓ પાસેથી લેવાના
રહેશે નહીં.
( ૨૮ ) સહકારી બેંક / ક્રેડિટ કો.ઓપરેટીવ સોસાયટી દ્વારા આમ છતાં , ધિરાણની સલામતી
માટે ધિરાણ મેળવનાર પાસેથી એડવાન્સ ચેક લઈ શકશે તથા બિન તારણ સાદા
વ્યક્તિગત જામીનદાર મેળવી શકશે .
( ૨૯ ) આ સાથે સામેલ કરવામાં આવેલ નિયત નમૂનામાં ધિરાણ મેળવનાર
લાભાર્થી પાસેથી નિ : શુલ્ક અરજી ફોર્મ ભરાવવાનું રહેશે . ફોર્મમાં વ્યવસાયની વિગત
અચૂક દર્શાવવાની રહેશે . આ અંગે નિયત ફોર્મમાં શ્રમયોગી તરીકે નોંધાયેલ હોય તેઓની
નોંધણી નંબર આધાર સહ મેળવવાના રહેશે .
( ૩૦ ) રજિસ્ટ્રાર,
સહકારી મંડળીઓ , ગુજરાત રાજ્ય , ગાંધીનગરના નિયંત્રણ
અને દિશા નિર્દેશ અનુસાર ,
સહકારી બેંક / ક્રેડિટ કો.ઓપરેટીવ
સોસાયટી અને તેઓની તમામ શાખાઓ દ્વારા આ યોજનાની બહોળી પ્રસિધ્ધિ કરવાની રહેશે . સહકારી
બેંકો ક્રેડિટ કો.ઓપરેટીવ સોસાયટીઓ દ્વારા આ યોજના હેઠળ નિયત થયેલ અરજી ફોર્મ
તેમની Website ઉપર મુકવાના રહેશે . ફોર્મનો સૂચિત નમુનો સામેલ છે .
( ૩૧ ) આ યોજનાનો અમલ , નિયંત્રણ , દિશા - નિર્દેશ અને
નિયત ચકાસણી રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ , ગુજરાત રાજ્ય , ગાંધીનગરે કરવાની
રહેશે .
( ૩૨ ) રજિસ્ટ્રાર,
સહકારી મંડળીઓ , ગુજરાત રાજ્ય , ગાંધીનગર દ્વારા
નિયત થયેલ ફોર્મેટમાં નોડલ એજન્સી દ્વારા ધિરાણ મેળવવા અંગેની મળેલ અરજીઓ તથા રકમની વિગત અઠવાડિક રજૂ કરવાની
રહેશે .
( ૩૩ ) સહકારી બેંક / ક્રેડિટ કો.ઓપરેટીવ સોસાયટી દ્વારા નોડલ એજન્સી
મારફત ત્રિમાસના નિયત હપ્તાની રકમ નિયમિતપણે પરત ભરપાઈ કરેલ ખાતેદારોની વ્યાજ
સહાયની રકમની દરખાસ્ત જે તે ત્રિમાસ પૂર્ણ થયેથી રજિસ્ટ્રારશ્રી , સહકારી મંડળીઓ , ગુજરાત રાજ્ય , ગાંધીનગરને રજૂ
કરવાની રહેશે .
( ૩૪ ) પ્રથમ છ માસના મોરેટોરિયમના હપ્તાની રકમ બાકીના ૩૦ માસના
હપ્તાની રકમમાં વહેંચણી કરવાની રહેશે .
( ૩૫ ) મોરેટોરીયમ પિરીયડ માટેના વ્યાજ સહાયની દરખાસ્ત બેંકના અધિકૃત
અધિકારી અને બેંકના આંતરિક ઓડીટરના પ્રમાણપત્ર સહિત રજૂ કરવાની રહેશે . જ્યારે
ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના ચેરમેન તથા મંત્રીની સહીથી વ્યાજ સહાયની
દરખાસ્ત રજૂ કરવાની રહેશે .
( ૩૬ ) વ્યાજ સહાયની એકત્રિત ત્રિમાસ અંતિત દરખાસ્ત સાથે બેંકના
આંતરીક ઓડીટરનું પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશે . જ્યારે ક્રેડીટ કો.ઓપરેટીવ
સોસાયટીના ચેરમેન તથા મંત્રીની સંયુક્ત સહીથી વ્યાજ સહાયની દરખાસ્ત વ્યવસ્થાપક કમિટીના
ઠરાવ સહિત રજૂ કરવાની રહેશે . જે તે વર્ષના માર્ચ અંતિત ત્રિમાસિક વ્યાજ
સહાયની દરખાસ્ત સાથે સમગ્ર વર્ષના પુરા સમય માટે બેંકના વૈધાનિક ઓડીટરનું પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશે.
( ૩૭ ) આ અંગે કોષ્ટ્રોલર ઓડીટર જનરલ ( CAG ) દ્વારા ઓડીટ કરવા
સમયે આ યોજના અંતર્ગત માંગે તે રેકર્ડ સંબંધિત ધિરાણ આપનાર સહકારી સંસ્થાએ પુરુ
પાડવાનું રહેશે .
( ૩૮ ) બિનતારણ ધિરાણ કરતી સહકારી બેંકો કેડીટ કો.ઓપરેટીવ સોસાયટીઓએ
ધિરાણ ઉપર વ્યાજ સહાયની દરખાસ્તો પૂરતી ચકાસણી કરી રજૂ કરવાની રહેશે . ત્યારબાદ યોજનાના ઢાંચા મુજબ
મળવાપાત્ર વ્યાજ સહાય સિવાયની દરખાસ્ત રજુ થયેલ હોવાનું ધ્યાને આવશે તો વધુ
ચુકવાયેલ દરખાસ્તની રકમ વ્યાજ સાથે પરત ભરપાઈ કરવાની રહેશે .
( ૩૯ ) યોજનાના સુચારૂ અમલીકરણ તથા ફરિયાદ નિવારણ માટે નોડલ એજન્સી
દ્વારા Toll free નંબરની સુવિધા ઉભી કરવાની રહેશે .
( ૪૦ ) વ્યાજ સહાય યોજનાના નાણાં ગુજરાત રાજય કૃષિ બજાર બોર્ડ , ગાંધીનગરનાં હવાલે મુકવાનાં રહેશે . આ
બોર્ડ દ્વારા શરત નં -૧૮ થી નિયત થયેલ નોડલ એજન્સીને મંજૂર કરેલ વ્યાજ સહાય
રકમ ચુકવવાની રહેશે .
( ૪૧ ) બિન તારણ ધિરાણ મેળવતા એકમો , વ્યક્તિઓને રાજ્ય સરકાર દ્વારા આ
યોજનાના અમલીકરણ પુરતી સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવે છે .

Comments
Post a Comment