જામનગર : ૫૬ દિવસથી બંધ એસટી બસ સેવાનો આજ થી પ્રારંભ
લોક ડાઉનના ચોથા તબક્કામાં સરકાર દ્વારા
મોટાભાગના નીયંત્રણો હટાવી લેવામાં આવ્યા છે. જેને લઈને ગઈ કાલથી જનજીવન ફરી
મેદાનમાં આવ્યું છે. સરકાર દ્વારા જુદી જુદી સેવાઓ શરુ કરવાનો નિર્ણય લેવામાં
આવ્યો છે. જે પૈકીની માર્ગ પરિવહન સેવાને લીલી ઝંડી આપવામાં આવી છે. રાજ્ય એસટી
વિભાગ દ્વારા આજથી જામનગર બસ સ્ટેશનથી આંતર જીલ્લા બસ સેવા પરિવહન શરુ કરવામાં
આવ્યું છે. શહેરના મુખ્ય બસ સ્ટેશન પર જીલ્લામાં આંતરિક મુસાફરોએ ઓન લાઈન બુકિંગ
કરાવી સેવાનો લાભ લીધો હતો. તો બીજી તરફ એસટી તંત્ર દ્વારા મુસાફરો બસ સ્ટેશનમાં પ્રવેશે
ત્યારે જ સ્ક્રીનીંગ કરી ફરજીયાત માસ્ક સાથે સોશિયલ ડીસટનસિંગ જાળવી, એક બસમાં માત્ર
૬૦ ટકા મુસાફરોને સમાવી સેવાનો લાભ આપ્યો હતો. આંતર જીલ્લા ઉપરાંત સૌરષ્ટ્રના પાટનગર
રાજકોટ માટે પણ એક રૂટ આજથી શરુ કરવામાં આવ્યો છે.


Comments
Post a Comment