થાકયા નથી, હાર્યા નથી, લડત મૂકી નથી, લડશું અને જીતશું : પાલ આંબલીયા
જામનગર
: કોરોના સામેની લડાઈમાં એક ખેડૂત તરીકે પોતાની જણસી લઇ પ્રધાન મંત્રી રાહત ફંડમાં
જમા કરાવવા કલેકટર કચેરી ગયેલ કિશાન કોંગ્રેસ સેલના ચેરમેન પાલ આંબલીયા અને તેની
ટીમની પોલીસે જાહેરનામા ભંગ બદલ કલમ ૧૮૮ મુજબ ધરપકડ કરી જમીન મુક્ત કર્યા હતા. હતા
ત્યારબાદ કલાકના અંતરે પોલીસ સ્ટેશનથી રવાના થઇ ગયેલ પાલભાઈ અને તેનાં સાથીઓને
પોલીસે પરત બોલાવી, કલમ ૧૫૧ મુજબ કાર્યવાહી કરી હતી. માત્ર ફિંગર પ્રિન્ટ લેવા
બોલાવી પોલીસે અન્ય ધારા મુજબ અટકાયત કરી પાલભાઈને સખ્ત માર માર્યો હતો. જેના
સ્થાનિક કોંગ્રેસ ઉપરાંત હાઈ કમાન્ડ સુધી પડઘા પડ્યા હતા. કોગ્રેસ મોવડી મંડળે
તાત્કાલિક રાજકોટ આવી પાલભાઈને સારવાર અપાવી આ ઘટનાને વખોળી, જે તે પોલીસ અધિકારીઓ
સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. આ ઘટનાને લઈને રાજ્ય સરકાર અને પોલીસ
બેકફૂટ પર ધકેલાઈ ગઈ છે. કોંગ્રેસ દ્વારા ચોતરફથી વિરોધનો વંટોળ થઇ રહ્યો છે સાથે
સાથે સૌરાષ્ટ્રભરના ખેડૂતો પણ પાલભાઈના ટેકામાં બહાર આવ્યા છે. આ ઘટનાક્રમ બાદ આજે
પાલભાઈએ પ્રથમ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે રાજકોટ પ્રદ્યુમન નગર પોલીસ
સ્ટેશનથી પોલીસ કમિશ્નર કચેરીએ લઈ જઈ પોલીસ અધિકારીઓએ અમાનુષી ત્રાસ ગુજારી બેફામ
માર માર્યો હતો. આ ઘટના બાદ પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટેના ઓર્ડર મેળવવામાં 4
થી 5 કલાકનો ઇરાદાપૂર્વક વિલંબ કરાવામાં આવ્યો, મોડી સાંજે 151 ની કલમમાં જેલ
મોકલવાનો ઓર્ડર કરવો, હોસ્પિટલમાં
દાખલ હોઈએ ને ડોક્ટરના કોઈ અભિપ્રાય વગર જ જેલ મોકલવાનો ઓર્ડર થવો તેમજ ભાજપના કાર્યકારની જેમ પોલીસ દ્વારા કામગીરી કરવી આ
ઉપરાંત કાયદાનો મારા વિરુદ્ધ દૂરઉપયોગ કરી ખેડૂતોના અવાજ દબાવવાનો પ્રયત્ન કરવો એ
શું બતાવે છે ? આવા સવાલ સાથે આંબલીયાએ ઉમેર્યું હતું કે પરિસ્થિતિ અનુરૂપ જામીન
લઈ હું ઘરે આવ્યો છું. આ સમગ્ર ઘટનાક્રમ બાદ પણ અમે થાકયા નથી, હાર્યા
નથી, લડત
મૂકી નથી, લડશું
અને જીતશું, ખેડૂતોના
અવાજને દબાવનાર અધિકારીઓને વળતો જવાબ પણ આપશું.
આગામી સમયમાં નવી
ઉર્જા સાથે લડતની રણનીતી જાહેર કરીશ એમ પણ પાલ આંબલીયાએ ઉમેર્યું હતું.

Comments
Post a Comment