જામનગરના ઊંડ-એક ડેમ એક સહીત સૌરાષ્ટ્રના ડેમ ભરાશે


ગાંધીનગર : ગત વર્ષે પડેલા ભારે વરસાદના કારણે રાજ્યમાં પીવાના પાણીની સમસ્યા  હજુ સુધી સામે આવી નથી. પરંતુ જો ચોમાસું લંબાય તો સૌરાષ્ટ્રના ડેમ સુકા થાય તે પૂર્વે રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના જળાશયો ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સૌની યોજના હેઠળ આવતા 25 થી વધુ જળાશયો 120થી વધુ તળાવો અને 400 થી વધુ ચેકડેમો લીંક કરીને ભરવાનો નિર્ણય કરાયો છે. અગ્ર સચિવ અશ્વિનીકુમારના જણાવ્યા મુજબ આ કામગીરી હેઠળ 4  હજાર મિલિયન ઘન ફૂટ પાણી લિફ્ટ કરીને ડેમ ભરવામાં આવશે અને આ કામગીરી ત્રણ તબક્કામાં થશે. તેઓએ ઉમેર્યું હતું કે રાજ્ય સરકારના આ નિર્ણયથી લિફ્ટ કરીને જળાશયો તળાવો અને ચેકડેમોમા ભરાયેલા પાણી ઢોરઢાંખર ને પણ ઉપયોગી થશે અને આવનાર દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય નહીં તે માટે આ નિર્ણય કરવામાં આવે છે. સૌની યોજના હેઠળ આ પાણી ચાર લિન્ક થી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી મચ્છુ 2 ડેમ થી જામનગર જિલ્લાના ઉંડ ડેમની લિંક મારફતે રાજકોટ અને મોરબી જિલ્લાના ચેકડેમો જળાશયો અને તળાવો ભરવા ની કામગીરી ગઈકાલથી શરૂ કરી દેવામાં આવી છે અને બાકીની ત્રણ લિંકથી પાણી ભરવાની કામગીરી તબક્કાવાર કરવામાં આવશે. આ નિર્ણયને જામગનર ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજી પટેલે વધાવી પોતાની માંગણી સંતોષાઈ હોવાનું જણાવ્યું હતું. ઊંડ એક ડેમ ભરાઈ જતા ત્રણ તાલુકાના ગામડાઓના ખેડૂતો ચોમાસા પૂર્વે ઓરવણ કરી ખરીફ સીજનની સારી શરૂઆત કરી શકશે એવો આશાવાદ જીવંત બન્યો હોવાનું ઉમેર્યું હતું.

Comments

Popular posts from this blog

પોલીસ અમને નપુસંક ન સમજે, સમયે જવાબ આપવામાં આવશે : વિક્રમ માડમ

જામનગર : હવે રાત્રે બાર વાગ્યા સુધી એપીએમસી ધમધમશે