જોડિયા : પંચર પડી જતા બાઈક છોડી માલિક ઘરે આવ્યા, પણ....



જોડિયા તાલુકા મથકે દલનો વાસમાં રહેતા વિજયસિંહ જસુભા સોઢા ગત તા.૧૮મીના રોજ પોતાનું  મોટરસાયકલ લઇ ગામની બહાર એક ઈટોના ભથ્થા પાસે આવેલ પોતાના ભેસોના તબેલા પર ભેસો દોહવા ગયા હતા. જ્યાં પરત ફરતી વેળાએ તેઓને ખ્યાલ આવ્યો હતો કે પોતાની જીજે ૧૦ ડીડી ૦૮૫૩ નંબરની મોટરસાયકલમાં પંચર પડી ગયું હતું. જેથી તેઓ બાઈક છોડી પરત ઘરે આવી ગયા હતા. બીજા દિવસે સવારે તોએ પહોચ્યા ત્યારે ખબર પડી કે બાઈક ચોરી થઇ થઇ ગઈ હતી. આ બનાવ અંગે વિજયસિંહે અજાણ્યા સખ્સ સામે આઈપીસી કલમ ૩૭૯ મુજબ ગુનો નોંધાવ્યો હતો. રૂપિયા ૪૫ હજારની  કિંમતની મોટરસાયકલની ચોરી થઇ જતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.    

Comments

Popular posts from this blog

પોલીસ અમને નપુસંક ન સમજે, સમયે જવાબ આપવામાં આવશે : વિક્રમ માડમ

જામનગર : હવે રાત્રે બાર વાગ્યા સુધી એપીએમસી ધમધમશે