જામનગરમાં એક જ દિવસમાં સાત પોજીટીવ કેશ નોંધાયા
જામનગર : જામનગરમાં
આજે કોરોના સંક્રમણ વિસ્ફોટ થયો હોય તેમ એક જ દિવસમાં સાત કેશ નોંધાયા છે. સવારે
મુંબઈથી આવેલ બેડીના બે યુવાનો કોરોનાગ્રસ્ત જાહેર થયા બાદ બપોર બાદ એક જ પરિવારના
માતા-પિતા અને તેના અન્ય બે સંતાનોનો રીપોર્ટ પોજીટીવ આવતા આરોગ્ય તંત્રમાં ઉંધા
માથે થયું છે. આ જ પરિવારનો ત્રણ વર્ષીય બાળકનો રીપોર્ટ પોજીટીવ આવ્યા બાદ આજે તેના
માતા-પિતા અને અન્ય ભાઈ બહેનનો રીપોર્ટ પોજીટીવ આવ્યો છે. આજે જીજી હોસ્પિલટલમાં
સવારના ભાગે પરીક્ષણ થયેલ નમૂનાઓ પૈકી મુંબઈથી આવેલ બે યુવાનોના રીપોર્ટ પોજીટીવ આવ્યો
હતો. ત્યારબાદ બપોરે વધુ ૩૩ શંકાસ્પદ દર્દીઓના નમૂનાઓ આવ્યા હતા જેમાં એક જ
પરિવારના ચાર સભ્યો અને શરુ સેક્સન રોડ પર આવેલ મરઘા ઉછેર કેન્દ્ર નજીક રહેતા
પરિવારના દસ વર્ષીય બાળકનો રીપોર્ટ પોજીટીવ આવ્યો છે. આજે દિવસ દરમિયાન જામનગરમાં
૩૪૪ શંકાસ્પદ દર્દીઓના નમુનાઓનું પરિક્ષણ હાથ ધરાયું હતું જેમાં સાત દર્દીઓ પોજીટીવ
જયારે ૩૨૬ નમૂનાઓ નેગેટીવ અને અન્ય અગ્યાર નામુનાઓએ પરીક્ષણ હેઠળ છે. હાલ કોવિડ
હોસ્પિટલમાં ૧૬ દર્દીઓ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જયારે ૭૮૪૯ દર્દીઓ
સરકારી-બિન સરકારી બિલ્ડીંગોમાં ક્વોરેનટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે.

Comments
Post a Comment