જામનગરમાં કોરોનાનો વધુ એક કેસ, કુલ આંક ૨૩
જામનગર જીલ્લામાં ગણતરીના કલાકોમાં જ કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. ગઈકાલના રોજ એક જ દિવસમાં જામનગરના ૧૭ કેસ પોઝીટીવ આવ્યા હતા. ત્યારે શનિવારના રોજ સવારે ચેલા ખાતે આવેલ સીઆરપી કેમ્પમાં ૪૬ વર્ષના પુરુષને કોરોના પોઝીટીવ આવ્યો છે. અ સાથે જ જામનગર જીલ્લામાં આંક ૨૩ પર પહોચ્યો છે. અને બે બાળકોના મૃત્યુ નીપજ્યા છે.
આજે રોજ ચેલા એસઆરપી કેમ્પના એક ૪૬ વર્ષના પુરુષનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે જયારે શુક્રવારના રોજ જે ૧૪ કેસ નોંધાયા તેમાં ૧ ગાંધીનગર વિસ્તાર, ૧ નવાગામ ઘેડ વિસ્તાર,૧ શરુ સેક્શન રોડ, ૧ આંબરડી મેવાસા, ૩ કેસ જામજોધપુર, ૧ ગુલાબનગરના સત્યસાઈ વિસ્તારમાં, ૧ કેસ ચેલા એસારપી કેમ્પમાંથી,૧ હડિયાણા, ૧ રણજીત રોડ, ૧ દિગ્જામ સર્કલ, તથા અન્ય એક વિસ્તાર માંથી ચાર વર્ષના બાળકનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે, જયારે ધ્રોલ તાલુકાના ખારવા ગામે એક ૧૧ માસના માસુમનું કોરોના થી મૃત્યુ નીપજ્યું હતું. આ અગાઉ પણ જામનગરમાં કોરોના વાયરસથી એક બાળકનું મોત નીપજ્યું હતું.

Comments
Post a Comment