યુવાને ભર્યું આવું પગલું ને હિમાચલ પ્રદેશના પરિવારનો માળો પીંખાઇ ગયો
જામનગર :જામનગરમાં ગ્રીનસીટી વિસ્તારમાં
રહેતા અને મજુરી કામ કરતા ધનપાલસિંહ પુણ્યસિંહ રાણાએ વસઈ ગામે વાડીવિસ્તારમાં
અવાવરું ખેતરમાં લીમડાના ઝાડ સાથે ઓઢણી બાંધી
ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે સિક્કા પોલીસને જાણ થતા સ્થળ
પર પહોચી મૃતકનો કબજો સંભાળી ઓળખવિધિ કરી, મૃતકની પત્નીને જાણ કરી હતી. મૃતકની
પત્ની તુલસીએ આ બનાવ અંગે પોલીસમાં નિવેદન આપ્યું હતું. જેમાં ગત તા. ૧૮મીના રોજ
બંને વચ્ચે રાત્રીના એક વાગ્યે કરિયાણાની વસ્તુ
તથા પૈસા બાબતે બોલાચાલી થઇ હતી. દરમિયાન પત્ની સાથે ઝઘડો કરી ઘરેથી ચાલ્યા ગયા
બાદ યુવાને ગળાફાસો ખાઈ જીવાદોરી ટુકાવી લીધી હોવાની વિગતો પોલીસમાં જાહેર થઇ હતી.
આ બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાઈ હાથ ધરી છે.

Comments
Post a Comment