જામનગર : રોડ સાઈડમાં ફળો તથા બાગાયત પેદાશોનું વેંચાણ કરતાં ફેરિયાઓ વિનામૂલ્યે છત્રી/શેડ કવર મેળવવા અરજી કરી શકશે

 


જામનગર : જામનગર જિલ્લાના તમામ તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાએ ફળ, ફુલ, શાકભાજી તથા નાશવંત બાગાયત-કૃષિ પેદાશોનું વેચાણ કરતા રોડ સાઈડ પાથરણાવાળા, લારીવાળા ફેરીયાઓને તેમજ નાના વેચાણકારોને ચાલુ વર્ષ ૨૦૨૧ માં બાગાયત વિભાગની વિના મુલ્યે છત્રી/શેડ કવર પુરા પાડવા માટેની યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના હેઠળ કુટુંબ દીઠ પુખ્ત વયની એક વ્યક્તિને જ લાભ મળવાપાત્ર થશે. છત્રી મેળવવા માંગતા અરજદારોએ આઈ-ખેડુત પોર્ટલ પર તા. ૧૫ ઓકટોબર ૨૦૨૧ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજદારશ્રીએ ઓનલાઈન અરજી કર્યા બાદ તેની પ્રીન્ટ આઉટ નકલમાં સહી કરી સાથે આધારકાર્ડ અને રેશનકાર્ડની નકલ તથા સંબંધિત ગ્રામ્ય વિસ્તાર માટે જે તે ગ્રામ સેવક/ તલાટી કમ મંત્રીનો દાખલો તથા શહેરી વિસ્તાર માટે જે તે અર્બન લાઇવલી હુડ મિશનનો ફળ, ફુલ, શાકભાજી કે કૃષિ પેદાશોનું વેચાણ કરતા હોવા અંગેનો દાખલો કે ઓળખપત્ર સહિતની અરજી નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન-૪, પ્રથમ માળ, રૂમ નં. ૪૮, સુભાષ પુલ પાસે, જામનગર ફોન નં.૦૨૮૮-૨૫૭૧૫૬૫ ખાતે તાત્કાલિક પહોંચતી કરવા જણાવવામાં આવે છે.

Comments

Popular posts from this blog

આવતી કાલથી હાલાર સહિત સૌરાષ્ટ્રના આ રેલ્વે સ્ટેશન પરથી રીજર્વેશન-રીફંડ સેવા શરુ..

જામનગર : જિલ્લા અને છ તાલુકા પંચાયત અને સિક્કા નગરપાલિકાના ભાજપના ઉમેદવારો જાહેર

જામનગર મહાનગરનો મહાજંગ : આ ૯૯ ઉમેદવારો ભાજપ-કોંગ્રેસનું ચિત્ર બગાડશે