જામનગર જીલ્લામાં આવતીકાલથી ક્યાં મળશે છૂટછાટ ? ક્યાં મુકાશે પ્રતિબંધ ? જાણો વિસ્તારથી
જામનગર : કોરોના સંક્રમણને રોકવા માટે સરકાર
દ્વારા મહતમ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વહીવટી, આરોગ્ય અને પોલીસ તંત્ર દ્વારા
સતત અને સઘન કામગીરી કરવામાં આવી રહી છે. લોકડાઉનના ત્રીજા ચરણના અંતિમ દિવસે
જામનગર જીલ્લા કલેકટર દ્વારા એક મહત્વનો નિર્ણય કરતુ જાહેરનામું બહાર પાડવામાં
આવ્યું છે.
લાંબા સમયથી શહેર-જીલ્લામાં બંધ રહેલા નાના-મોટા
ઔદ્યોગિક એકમોને લઈને રાહતના સમાચાર આવ્યા છે. જીલ્લાભરમાં તમામ ઔદ્યોગિક એકમોને બંધ
કરી દેવાયા બાદ હવે આ ઉદ્યોગોને ચાલુ કરવા સબંધે જીલ્લા સમાહર્તા રવિ શંકર દ્વારા
મહત્વનું જાહેરનામું બહાર પાડી ઉદ્યોગો ચાલુ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. જે
મુજબ જામનગર જીલ્લાના તમામ ઉદ્યોગો-ઔદ્યોગિક એકમોને શરતી મંજુરી આપવામાં આવી છે.
કોરોના સંક્રમણ થતું અટકાવવા સામાજિક અંતર અને અન્ય પરિબળોનું પાલન કરવાનું રહેશે.
આ ઉપરાંત જિલ્લાના આઈસ્ક્રીમ પાર્લર સવારે સાત થી દસ વાગ્યા અને સાંજે પાંચ થી સાત
વાગ્યા સુધી ખુલ્લા રાખવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. જેમાં જે તે એકમ સંચાલક
જાહેર જનતાને બેસાડી આઈસ્ક્રીમ નહી વેચી શકે પરતું પાર્સલ સુવિધા પર ભાર મુકવામાં
આવ્યો છે. આ વ્યાપાર માટે કોઈ નવા પાસની
જરૂર નથી એવું પણ સ્પસ્ટ કરવામાં આવ્યું છે.
બીજા જાહેરનામાં અંતર્ગત જામજોધપુર નગરપાલિકાના
બાયપાસ રોડ, સોમનાથ સોસાયટીની સામેનો વિસ્તાર અને સારથી સિમેન્ટ બાજુનો ૨૦૦ મીટરની
ત્રિજ્યાનો વિસ્તાર કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયો છે. આ વિસ્તારમાં માત્ર આવશ્યક
સેવાઓ પૈકી દૂધ અને તબીબી સિવાયની સેવાઓ બંધ રહેવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું છે. કોરોના
સંક્રમણની વધી ગયેલ સંભાવનાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Comments
Post a Comment