કોવિડ હોસ્પીટલમાંથી સામે આવી પત્રકારત્વ 'જગત' માટે ખુશીની ક્ષણ.....
જામનગર : જામનગર શહેર-જીલ્લામાં છેલ્લા એક પખવાડિયાના ગાળામાં ૪૩
કોરોના પોજીટીવ દર્દીઓ નોંધાયા છે. જેની સામે વહીવટી, આરોગ્ય
અને પોલીસ તંત્રએ પણ સમાનતા સાધી કોરોના સંક્રમણને અટકાવવા ભરપુર પ્રયાસ કર્યા છે.
છતાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો જ થતો જાય છે. જેમાના ગઈ કાલના એક અને એસઆરપી
કેમ્પના એક અન્ય કેશને બાદ કરતા તમામ દર્દીઓ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. આ બાબત
થોડી રાહત વાળી કહી શકાય, એક
તરફ દર્દીઓની સંખ્યા વધી રહી છે તેની સાપેક્ષમાં દાખલ દર્દીઓની રિકવરીનો ગ્રાફ
એટલો જ ઉંચો છે. પખવાડીયામાં નોંધાયેલ દર્દીઓ પૈકી મોટા ભાગના એક્ટીવ દર્દીઓ
સંપૂર્ણ સ્વસ્થ થઇ જતા ડીસ્ચાર્જ કરાયા છે. આજે વધુ ત્રણ દર્દીઓને ડીસ્ચાર્જ
કરવામાં આવતા સંપૂર્ણ સ્વસ્થ થયેલ નાગરિકોનો આંક ૩૩ પર પહોચ્યો છે. જામનગરમાં
લાંબા સમયથી પત્રકારત્વ જગત સાથે સંકળાયેલ પત્રકાર જગત રાવલ, મનજીભાઈ
સોલંકી અને બીપીન મજીઠીયા નામના ત્રણ વ્યક્તિઓને આજે રજા આપવામાં આવી છે. હોસ્પિટલ
પ્રસાસને ત્રણેય દર્દીઓને રજા આપતા તેઓનું હોસ્પીલના મુખ્ય ગેઇટ પર સ્વાગત કરવામાં
આવ્યું હતું. એકદમ ગંભીર ચહેરા સાથે હોસ્પિટલમાં દાખલ કરાયેલ આ ત્રણેય દર્દીઓના
ચહેરા પર ખુસી સમાતી ન હતી. એકબીજા સામે ખીલખીલાટ હસતા આ ત્રણેય દર્દીઓએ કોરોનાને
હરાવ્યો હોવાનો આનંદ તેઓના ચહેરા પર સ્પષ્ટ જણાતો હતો. વર્ષોથી પ્રિન્ટ અને
ઈલેક્ટ્રોનિક મીડિયા સાથે સંકળાયેલ પત્રકાર જગત રાવલ સંપૂર્ણ સ્વસ્થ થઇ જતા રજા
આપી દેવામાં આવી છે એવી જાણ થતા જ જામનગર સહિત બહોળો મીડિયા મિત્ર વર્ગમાં આનંદ
છવાઈ ગયો છે. રીકવર થયેલ ત્રણેયને આગામી અમુક નિશ્ચિત કરેલ દિવસો સુધી ખાનગી
જગ્યાએ સેલ્ફ ક્વોરેનટાઈન હેઠળ રાખવામાં આવશે.



Comments
Post a Comment