જામનગર : આવતીકાલથી ડબલ સવાર બાઈકમાં ન નીકળતા બહાર, નહિતર થશે આવી કાર્યવાહી

કોરોના સંક્રમણને આગળ વધતો અટકાવવા ત્રણ તબક્કામાં લોકડાઉન સીસ્ટમ અમલમાં મુકવામાં આવી હતી. જેમાં ત્રીજા તબક્કામાં જામનગર જીલ્લામાં આ મહામારીનો પ્રભાવ વધ્યો હતો. જેને લઈને પોલીસ તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોરોના વાયરસને ફેલાતો અટકાવવામાં મહત્વનું પરિબળ છે સામાજિક અંતર, જ્યાં સોશિયલ ડીસટન્સ ન જળવાઈ ત્યાં આ વૈશ્વિક મહામારી વધુ ફેલાઈ છે. જામનગરમાં સતત વધતા જતા પોજીટીવ દર્દીઓને લઈને જાહેરમાં સોશિયલ ડીસટન્સ જળવાઈ તે હેતુ થી દ્વિચક્રી વાહનને પરિવહન પર ફરી મનાઈ ફરમાવી દેવામાં આવી છે. જીલ્લા પોલીસવડા શરદ સિંઘલના જણાવ્યા અનુસાર છેલ્લા બે દિવસમાં શહેરમા ડબલ સવાર દ્વિ ચક્રી વાહનોનું પ્રમાણ વધ્યું છે. જેથી સામાજિક અંતરની નિયમાવલીનું ઉલ્લંઘન થઇ રહ્યું છે. આવતી કાલે પણ આ જ સીસ્ટમ ચાલુ રહી તો જે તે વાહન ચાલકનું વાહન ડીટેઈન કરી લેવામાં આવશે એમ સિંઘલે ઉમેર્યું હતું. 

Comments

Popular posts from this blog

પોલીસ અમને નપુસંક ન સમજે, સમયે જવાબ આપવામાં આવશે : વિક્રમ માડમ

જામનગર : હવે રાત્રે બાર વાગ્યા સુધી એપીએમસી ધમધમશે