ઘાત: એક પીઆઈએ સર્વિસ રિવોલ્વરમાંથી જ ગોળી છોડી કર્યો આપઘાત, એક પીએસઆઈનું કોરોનાથી મોત
જામનગર : ગુજરાત પોલીસ માટે રવિવારની સવારે ખુબ જ આધાત જનક સમાચાર સામે આવ્યા છે. જેમાં એક પીઆઈએ પોતાની જ સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી છોડી આપઘાત કરી લીધો છે જયારે એક પીએસઆઈનું કોરોનાની બીમારીથી મૃત્યુ નીપજ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદઘાટન વખતે એક પીએસઆઈને સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી છોડી કરેલા આપઘાત બાદ આજે આ કિસ્સો જીવંત થયો છે. ગાંધીનગર સચિવાલયમાં ફરજ પર રહેલા એક પીઆઈએ પોતાની જ સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી છોડી આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. સચિવાલય ખાતે ફરજ બજાવતા પીઆઈ પી જે પટેલનો મૃતદેહ તેમની જ ગાડી માંથી લોહીથી લથપથ હાલતમાં મળી આવ્યો હતો. મૃતદેહ નજીકથી સર્વિસ રિવોલ્વર મળી આવી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર ઘર કંકાસના કારણે કદાચ તેઓએ આ પગલું ભર્યું હશે. જો કે સચોટ કારણ તપાસ બાદ જ સામે આવશે, બીજી તરફ પીએમ થયા બાદ અરવલ્લી જીલ્લાના બાયડ ખાતે ભારે હૈયે પીઆઈની અંતિમ યાત્રા નીકળી હતી. જયારે અન્ય એક બનાવ અમદાવાદમાંથી સામે સામે આવ્યો છે. જેમાં અમદાવાદમાં ફરજ બજાવતા નરોડા પોલીસ દફતરના પીએસઆઈ એ એન ભટ્ટનું કરોનાથી મૃત્યુ નીપજ્યું છે. છેલ્લા એક સપ્તાહ ઉપ...