સૌરાષ્ટ્ર : ધારાસભ્ય ડેર અને જામનગરના પાંચ વખત સાંસદ રહી ચુકેલ પટેલ કોરોના પોઝીટીવ
જામનગર : કોરોનાનો કહેર રાજ્યભરમાં મજબુત બન્યો છે. હજુ પણ કોરોનાનો ભરડો સતત કસાતો જ જાય છે. આમ આદમીથી માંડી આઈએએસ, આઈપીએસ, વકીલ, ડોક્ટર, જજ, પત્રકારો અને રાજકારણીઓ અને નેતાઓ તેમજ સરકારના મંત્રીઓ સુધી કોરોના વિસ્તરી ગયો છે. ત્યારે વધુ એક ધારાસભ્ય જપ્તે ચડ્યા છે.
રાજકીય નેતાઓ અને રાજકારણીઓ કે રાજકારણમાં સક્રિય નાગરિકોમાં જો સૌથી વધુ કોરોના ફેલાયો હોય તો એ છે સુરત અને અમદાવાદમાં, સુરતના ત્રણ ધારાસભ્યો કોરોનાગ્રસ્ત બન્યા છે. ત્યારે સૌરાષ્ટ્રના વધુ ધારાસભ્ય કોરોના પોઝીટીવ જાહેર થયા છે. અમરેલી જીલ્લાની રાજુલા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેરને ગઈ કાલે લક્ષણો દેખાતા તેઓએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેઓ કોરોનાગ્રસ્ત જાહેર થયા છે. હાલ તેઓ પોતાના ફાર્મ હાઉસ પર જ ક્વોરેઈનટીન થયા છે. તેઓના જણાવ્યા મુજબ તેઓની તબિયત સ્વસ્થ છે. પરંતુ રીપોર્ટને લઈને તેઓ એકાંતવાસમાં ચાલ્યા ગયા છે. પોતાના સંપર્કમાં આવેલ તમામ નાગરિકોએ પણ પોતાનો રીપોર્ટ કરાવી લેવાની સલાહ આપી છે.
ઉલ્લેખનીય છે કે, જામનગરના ધારાસભ્ય અને મંત્રી હકુભા જાડેજા કોરોના પોઝીટીવ આવતા તેઓને અમદાવાદમાં સારવાર આપવામાં આવી રહી છે. જયારે દોઢ મહિના પૂર્વે જામજોધપુર ધારાસભ્ય ચિરાગ કાલરીયા પણ પોઝીટીવ આવતા રાજકોટ સારવાર લઇ સ્વસ્થ થયા છે. ગઈ કાલે જ જામનગરના પાંચ વખત સાંસદ રહી ચૂકેલ જીલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ પણ કોરોના પોઝીટીવ જાહેર થયા છે.
Comments
Post a Comment