જામનગર : બાળકીઓને જ હવસનો શિકાર બનાવતો સીરીયલ કિલર લાલપુરથી પકડાયો: રૂવાળાં ઉભા કરી દે એવી ક્રાઈમ કુંડળી

 જામનગર : રાજકોટમાં સપ્તાહ પૂર્વે વાવડી રોડ પર આવેલ એક આદિવાસી પરિવારની બાળકી પર બળાત્કાર ગુજારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. આ બનાવને લઈને પોલીસે તપાસ હાથ ધરી આજે જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના કારેણા ગામેથી રાજસ્થાની આરોપીને પકડી પાડ્યો છે.

 

 ગત મહીને ૧૩/૮/૨૦૨૦ના રોજ રાજકોટમાં વાવડી રોડ પર આવેલ એક નવી બંધાતી સાઈટ પર કામ કરતા શ્રમિક પરિવારની માસુમ બાળકી પર બળાત્કાર ગુજારવાના ઈરાદેથી કોઈ નરાધમ દ્વારા ઓરડીમાં લઇ જઈ ગળું કાપી કરપીણ હત્યા નીપજાવી હતી. આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસે સાઈટ પર કામ કરતા ગુમ મજુર પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જેમાં વિક્રમ નામનો સખ્સ ગુમ હોવાનું સામે આવ્યું હતું. પરંતુ આ અર્જુન કોણ છે ? ક્યાનો છે ? તેની કોઈને ખબર જ ન હતી. પોલીસ તપાસમાં પણ આરોપીની કોઈ ભાળ મળી ન હતી. આરોપીએ પોતાનો મોબાઈલ બંધ કરી દીધો હતો અને છેલ્લું લોકેશન રાજકોટ જ હતું. મોબાઈલમાં જે સીમ હતું તે બીજાના નામનું નીકળ્યું હતું. જેથી આરોપી  સુધી પહોચી શકાય એવું કોઈ ટેકનીકલ ગેજેટ હાથ નહી લાગતા તપાસ ઠેરની ઠેર રહી હતી. છતાં પણ પોલીસે રાજકોટની લગભગ એક હજાર જેટલી સાઈટ પરના મજુરો સુધી તપાસ કરાવી હતી. દરમિયાન પોલીસ તપાસ દરમિયાન ટેકનીકલ ટીમને સફળતા મળી, એક કન્ટ્રકકશન સાઈટ પરથી આરોપી વિક્રમનો ફોટો મળી ગયો. જેનાં આધારે પોલીસે રાજકોટ, ગોંડલ, સોમનાથ, જામજોધપુર અને તાલુકાના તરસાઈ તેમજ ઉપલેટાના પડવલા તપાસ કરાવી હતી. અન્ય પોલીસ ને ઉતર ગુજરાત અને રાજસ્થાન તરફ મોકલવામાં આવી હતી. જયારે સ્થાનિક પોલીસે લગભગ ૫૦ વોટ્સએપ ગ્રુપ બનાવી બિલ્ડરોને એડ કરી આરોપીની ભાળ મેળવવા પ્રયાસ કર્યો હતો.

આ તમામ કાર્યવાહીના નીચોડ અને મહેનતનું આખરે પરિણામ મળ્યું, આરોપી જામનગર જિલ્લના લાલપુર તાલુકાના કારેણા ગામે હોવાની ચોક્કસ વિગતો મળતા રાજકોટ ડીસીબીની ટીમ તાત્કાલિક જામનગર આવી લાલપુરથી આરોપીને દબોચી લીધો


હતો.

આરોપીની પૂછપરછમાં અન્ય બે વારદાત સામે આવી હતી. મૂળ રાજસ્થાનના ડુંગરપુર જીલ્લાના ધમ્બોલાના પાડલા મનારોત ગામનો કાળુ ઉર્ફે વિક્રમ ઉર્ફે અર્જુન જીવાભાઈ ડામોર મીણા ઉવ ૪૦ નામનો આ રાજસ્થાનમાં આવી જ બે વારદાતમાં સંડોવાયો હોવાનું સામે આવ્યું છે, એક વારદાતમાં આજીવન કેદની સજા પણ પડી હતી. જો કે દસ વર્ષની સજા બાદ ઓપન જેલમાં તબદીલ કરાયા બાદ ત્યાંથી આરોપી નાશી છૂટ્યો હતો અને ત્યારબાદ એક બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું છે આ કેસમાં રાજસ્થાન પોલીસ હજુ આરોપીને શોધી રહી છે. આરોપી એક શહેરમાં ત્રણ ચાર મહિના રહેતો અને બાંધકામની સાઈટ પર જુદા જુદા નામ આપી મજુરી કામ કરતો હતો. એક પણ જગ્યાએ સાચું નામ કે સરનામું આપતો ન હતો. ગુનાહિત ઈતિહાસના પગલે આરોપીના લગ્ન પણ નથી થયા જયારે તેના પિતા એ ત્રણ લગ્ન કર્યા છે. જેમાં આરોપી સહિત છ ભાઈ બહેન હોવાનું જાણવા મળ્યું છે. આરોપી તેના પિતાની પ્રથમ પત્નીનું સંતાન છે. હાલ પોલીસે આરોપીની કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

Comments

Popular posts from this blog

આવતી કાલથી હાલાર સહિત સૌરાષ્ટ્રના આ રેલ્વે સ્ટેશન પરથી રીજર્વેશન-રીફંડ સેવા શરુ..

જામનગર : જિલ્લા અને છ તાલુકા પંચાયત અને સિક્કા નગરપાલિકાના ભાજપના ઉમેદવારો જાહેર

જામનગર મહાનગરનો મહાજંગ : આ ૯૯ ઉમેદવારો ભાજપ-કોંગ્રેસનું ચિત્ર બગાડશે