જામનગર મહાનગરનો મહાજંગ : આ ૯૯ ઉમેદવારો ભાજપ-કોંગ્રેસનું ચિત્ર બગાડશે

જામનગર : જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર હવે સ્પષ્ટ થયું છે. આગામી તા. ૨૧ના રોજ ૨૩૬ ઉમેદવારો વચ્ચે સીધો જંગ ખેલાશે. જેમાં ભાજપ-કોંગ્રેસની ખરી કસોટી થશે. આ વખતે ચોપાખીયો જંગ ખેલાશે. બંને રાષ્ટ્રીય પક્ષની સાથે આપ, સપા અને બસપા તેમજ એનસીપી ઉપરાંત અપક્ષોની હાજરી વચ્ચે આ વખતે ખરાખરીનો જંગ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.



જામનગર મહાનગરપાલીકાનું ચૂંટણી ચિત્ર ગઈ કાલે સાંજે સ્પષ્ટ થયું છે. આ વખતે ૨૩૬ ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. ગઈ કાલે ૧૨ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેચી લીધા હતા. જેમાં સૌથી વધુ આઠ ઉમેદવાર આપના છે. જેને લઈને આમ


આદમી પાર્ટી પર થોડું દબાણ વધ્યું છે. પરંતુ આપ પ્રથમ વખત જ મેદાને આવ્યું હોવાથી પાર્ટી પ્લસમાં જ રહેશે,

મહાનગરપાલિકાના કુલ ૧૬ વોર્ડના ૬૪ કોર્પોરેટરોની ચૂંટણી માટે તા. ૨૧મીના રોજ ચૂંટણી યોજાશે. જેમાં ભાજપના ૬૪, કોંગ્રેસના ૬૨, બસપાના ૨૨, એનસીપીના ૧૧, સપાના ૨, અને ૨૭ અપક્ષો સહીત કુલ ૨૩૬ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. જો જીતા વહી કોર્પોરેટર ની વાત કરીએ તો આ વખતે પ્રથમ વખત બહુ પક્ષીય ચૂંટણી જંગના મંડાણ શરુ થયા છે. આજથી જ આ તમામ પક્ષો પ્રચાર-પ્રસારનો પ્રારંભ કરશે. જો કે દર વખતે ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ જંગ રહ્યો છે પણ આ વખતે અન્ય પક્ષો બંને મજબુત પક્ષના ગણિત બગડી શકે  છે એમ રાજકીય પંડિતો અત્યાર સુધીના સમીકરણોને આધારે કહી રહ્યા છે. ત્યારે ભાજપ કોંગ્રેસ પર અન્ય પક્ષો કેટલા બળુકા સાબિત થાય છે એ તો ૨૩ મી તારીકે નક્કી થશે. પણ હાલ તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી પ્રચારનો પ્રારંભ કર્યો છે.

Comments

Popular posts from this blog

આવતી કાલથી હાલાર સહિત સૌરાષ્ટ્રના આ રેલ્વે સ્ટેશન પરથી રીજર્વેશન-રીફંડ સેવા શરુ..

જામનગર : જિલ્લા અને છ તાલુકા પંચાયત અને સિક્કા નગરપાલિકાના ભાજપના ઉમેદવારો જાહેર