જામનગર : જનસંઘના આજીવન પ્રચારક હરિભાઈ આધુનિકનું અવસાન, સાંસદ માડમે શોક જતાવ્યો
જામનગર : શ્રી કૃષ્ણ કર્મભૂમિ દ્વારકાના,ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ ,સંનિષ્ઠ અને પ્રેરક કાર્યકર્તા, સંઘના પ્રચારક , આજીવન સેવા અને સાદગીના ભેખધારી,ધર્મ અને સંસ્કૃતિના પથદર્શક હરિભાઇ આધુનિ
ક ( હરિબાપા) ના નિધનથી સંસદ સભ્ય પૂનમબેન માડમએ ઘેરો શોક અનુભવ્યો છે.
આ તકે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમએ પ્રાર્થના કરી હતી કે પરમકૃપાળુ પરમાત્મા સદગતના આત્માને દિવ્ય ગતિ અને સ્વજનો-સમર્થકો ને આ દુખ સહન કરવાની શક્તિ અર્પે, આજીવન સેવાના ભેખધારી, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અને સંનિષ્ઠ કર્યકર્તા શ્રી હરિભાઇ આધુનિક( હરિદાદા) નુ દુ:ખદ નિધન થતા, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમએ સદગતના અંતિમ દર્શન કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
હરિભાઈએ પોતાના જીવનકાળ દરમિયાન તડકો-છાયો જોયા વગર નિસ્વાર્થ ભાવે જન સેવા કરી હતી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત દ્વારકા આવ્યા ત્યારે મંદિર પરિસર પાસે આમ જનતા વચ્ચે ઉભેલ હરિભાઈને જોઈ ગયા હતા. જેને લઈને ક્ષણ વારનો વિચાર કર્યા વગર જ પીએમ મોદી કોન વે તોડીને પણ પોતે કારમાંથી ઉતરી હરિભાઈને મળવા પહોંચ્યા હતા અને ખબર અંતર પૂછ્યા હતા.
Comments
Post a Comment