જામનગર: ધરાર પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરાતા સગીરાએ જાત જલાવી
જામનગર નજીક દરેડ પંથકમાં રહેતી એક સતર વર્ષીય સગીરાએ ઘરે શરીરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતા ગંભીર હાલતમાં તેને સારવાર અર્થે રાજકોટની હોસ્પીટલમાં ખસેડાઇ છે.ભોગગ્રસ્તે તેના બનેવીનો ભાણેજ ધરાર પ્રેમસંબંધ રાખવા દબાણ કરતો હોય આ પગલુ ભરી લીધાનુ પોલીસ સમક્ષ જાહેર થયુ છે.જામનગરની ભાગોળે દરેડમાં એફસીઆઇ ગોડાઉન વિસ્તારમાં રહેતી એક સતર વર્ષીય તરૂણીએ બે દિવસ પુર્વે ઘરે અગ્નિસ્નાન કરી લેતા તેને પરીજનોએ બચાવી લઇ તુરંત સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડાઇ હતી.જેની જાણ પોલીસે નિવેદન નોંધવા તજવિજ હાથ ધરી હતી. વધુમાં જાણવા મળ્યા મુજબ ભોગગ્રસ્તના પિતા હયાન નથી,જયારે તેણી તથા તેની વિધવા માતા બંને દરેડ પંથકમાં તેની મોટી બેન અને બનેવી સાથે રહે છે. બનેવીનો ભાણેજ રવજી તેને તુ મારી સાથે મેરેજ કરી એમ કહી હેરાન પરેશાન કરતો હોવાનુ આ પગલુ ભરી લીઘુ હોવાનુ તેણીએ પોલીસ સમક્ષ જાહેર કર્યુ છે.આ મામલે પોલીસે નિવેદન નોંધી જાણવા જોગના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
Comments
Post a Comment