કટકીબાજ : આ કંડકટરે અધધ મુસાફરોની ટીકીટ જ ન ખીસ્સો ભરી લીધો

 જામનગર : હાલારમાં એસ.ટી. બસની સેવાનાે મોટા પ્રમાણમાં મુસાફરો લાભ લઇ રહ્યા છે, જેમાં ગ્રામ્ય વિસ્તારના લોકો મોટા પ્રમાણમાં અપડાઉન કરતા હોવાથી આવાગમન રહેતું હોય છે ત્યારે એસ.ટી. વિભાગ નાના-મોટા વિવાદોમાં ઘેરાયેલું હોય છે ત્યારે તા. 2ના જામજોધપુર ડેપોની બસના મહિલા કન્ડકટર 40 મુસાફરોની ટિકીટના પૈસા ઓળવી ગયા હતાં અને ચેકિંગ દરમિયાન પકડાઇ જતાં એસ.ટી. વિભાગમાં હડંકપ મચી જવા પામી હતી. આમા એસ.ટી વિભાગ કયાંથી ઉંચી આવે તેવા સવાલો પણ લોકોમાં ઉઠવા પામ્યા છે.

જામજાેધપુર એસ.ટી. વિભાગની મોખાણાથી ભાણવડ જતી બસને જુનાગઢ ડિવિઝનની ટીમના વી.એલ. શામળા એસએસઆઇ, આર.કે. ચંદ્રાવડીયા એસએ, વી.એસ. રાવલીયા એટીઆઇ દ્વારા મોખાણાથી ભાણવડ જતી બસને ભાણવડ પાસે અટકાવી ચેકિંગની કાર્યવાહી હાથ ધરતા બસના તમામ 40 મુસાફરો પાસેથી જેતે રૂટની ટિકીટ ટીમ દ્વારા માંગવામાં આવતા તમામ મુસાફરો પાસે ટિકીટ ન હોવાનું સામે આવતા બસના મહિલા કન્ડકટર મીના એમ. મોઢવાડીયાએ મુસાફરોને ટીકીટ જ ન આપી અને ટિકીટના પૈસા પોતાની પાસે રાખી હોવાનું સામે આવતા રંગેહાથ ઝડપાઇ ગયા હતાં.

આમ જુનાગઢની ટીમ દ્વારા ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવતા એસ.ટી. વિભાગમાં ચકચાર મચી જવા પામી હતી અને આ મહિલા કન્ડકટર કેટલા સમયથી આ રીતે પૈસા ઓળવી જતા હોવા અંગે પણ તપાસ હાથ ધરવામાં આવશે અને હાલ મહિલા કન્ડકટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને વડી કચેરીએથી આગામી દિવસમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ એસ.ટી. વિભાગ દ્વારા જણાવાયું છે.

Comments

Popular posts from this blog

આવતી કાલથી હાલાર સહિત સૌરાષ્ટ્રના આ રેલ્વે સ્ટેશન પરથી રીજર્વેશન-રીફંડ સેવા શરુ..

જામનગર : જિલ્લા અને છ તાલુકા પંચાયત અને સિક્કા નગરપાલિકાના ભાજપના ઉમેદવારો જાહેર

જામનગર મહાનગરનો મહાજંગ : આ ૯૯ ઉમેદવારો ભાજપ-કોંગ્રેસનું ચિત્ર બગાડશે