જામનગર : એ મોટર સાયકલની ચોરી ટેણીયાઓએ કરી હતી

 


જામનગર : જામનગરમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપની ટીમે ચોરાઉ બાઇક સાથે બે સગીર સહિત ત્રણને પકડી પાડયા હતા.પકડાયેલા શખ્સે આ બાઇક પાંચ દિવસ પુર્વે શરૂ સેકશન રોડ વિસ્તારમાંથી ચોરી કર્યાની કબુલાત કરી છે.

જામનગરમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપના પીઆઇ એસ.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.વી. વિંછી અને વી.કે.ગઢવીના નેતૃત્વ હેઠળ પોલીસ ટુકડી શહેરમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને શંકાસ્પદ હાલતમાં પસાર થતા વિશાલ રાજુભાઇ ઢચા અને બે સગીરને અટકાવીને તેની પ્રાથમિક પુછપરછ હાથ ધરી હતી, દરમિયાન પોલીસ પુછપરછમાં આ બાઇક પાંચેક દિવસના સમયગાળા દરમિયાન શરૂ સેકશન રોડ પર માસ્ટર સોસાયટી પાસેથી ઉઠાવ્યાનુ ખુલ્યુ હતુ.આથી પોલીસે આરોપી વિશાલ (રે.મયુરનગર, આવાસ કોલોની,જામનગર) સહીતનાનો કબજો સીટી સી પોલીસને સોંપી દિધો હતો.પોલીસે બે સગીર સામે ધોરણસર કાર્યવાહી બાદ અન્ય આરોપીની પુછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

Comments

Popular posts from this blog

આવતી કાલથી હાલાર સહિત સૌરાષ્ટ્રના આ રેલ્વે સ્ટેશન પરથી રીજર્વેશન-રીફંડ સેવા શરુ..

જામનગર : જિલ્લા અને છ તાલુકા પંચાયત અને સિક્કા નગરપાલિકાના ભાજપના ઉમેદવારો જાહેર

જામનગર મહાનગરનો મહાજંગ : આ ૯૯ ઉમેદવારો ભાજપ-કોંગ્રેસનું ચિત્ર બગાડશે