અરેરાટી : જામનગરની ભાગોળે ટ્રકની ઠોકરે ચડેલ બાઈક સવાર દંપતી ખંડિત, મહિલાનું મોત
જામનગર : જામનગર
નજીક લાલપુર રોડ પર ઠેબા બાયપાસ પાસે સપ્તાહ પૂર્વે પુર ઝડપે દોડતા ખટારાએ
મોટરસાયકલને ઠોકર મારી નીપજાવેલ અકસ્માતમાં બાઇક પાછળ બેઠેલ મહિલાનુ શરીરે ગંભીર
ઇજા પહોચતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજયુ છે. મૃતક મહિલા તેના પતિ સાથે મોટરસાયકલ પર
બેસી વસઇથી રાજકોટ જીલ્લાના કંડોરણા તાલુકાના બરડીયા ગામે જઇ રહયા હતા ત્યારે
માર્ગમાં અકસ્માતનો ભોગ બન્યા હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
આ બનાવની વિગત
મુજબ, જામનગર નજીક વસઇમાં રહેતા નારૂભા તખુભા જાડેજા નામના વૃધ્ધ પોતાનું મોટર
સાયકલ લઇ તેના પત્ની જનકબા(ઉ.વ. 58)ને બેસાડીને શુક્રવારે સવારે ઘરેથી કંડોરણા તાલુકાના બરડીયા ગામે
જવા માટે નિકળ્યા હતા. દરમિયાન આ બાઇક જામનગરની
ભાગોળે ઠેબા બાયપાસ પાસેથી પસાર થઇ રહયુ હતુ ત્યારે પુરઝડપે દોડતા ટ્રકે બાઇકને
હડફેટે લેતા બાઇક સવાર મહિલા નીચે પટકાતાવ્હીલ ફરી વળ્યુ હતુ જે અકસ્માતમાં ગંભીર
રીતે ઘવાયેલા જનકબાને તુરંત સારવારમાં જી.જી. હોસ્પીટલમાં લઇ જવાયા હતા.જયાં તેનુ
મૃત્યુ નિપજયુ હતુ. આ બનાવના પગલે ચાલક ટ્રક મુકીને નાશી છુટયાનુ જાહેર થયુ છે.આ
અંગે નારૂભા જાડેજાની ફરીયાદ પરથી પોલીસે ટ્રક ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ
તપાસ હાથ ધરી છે.
દુઃખદ અકસ્માત
ReplyDeleteજામનગર સહિત આસપાસ ના સમાચારો તત્કાળ અપડેટ કરવા બદલ ધન્યવાદ