રાવલ : ભાજપ-કોંગ્રેસ પર ભરી પડી વ્યવસ્થા પરિવર્તન પાર્ટી

 જામનગર : હાલારની ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં જામરાવલ નગરપાલિકાની ચૂંટણીમાં વ્યવસ્થા પરિવર્તન પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસને પછડાટ આપી જાયન્ટ કીલર બનતા મુખ્ય રાજકીય પક્ષની છાવણીમાં ભૂકંપ આવ્યો છે. જો કે, બે નગરપાલિકા પૈકી સિકકા કોંગ્રેસ અને ખંભાળિયા ભાજપ જાળવી રાખવામાં સફળ રહી છે.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સિકકા, ખંભાળિયા અને રાવલ નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી મંગળવારે યોજાઇ હતી. જેમાં મતગણતરીના અંતે રાવલનગરપાલિકાની કુલ 6 વોર્ડની 24 બેઠકમાંથી 12 બેઠક ચૂંટણીમાં પ્રથમ વખત ઝંપલાવનાર વ્યવસ્થા પરિવર્તન પાર્ટીને મળતા ભાજપ-કોંગ્રેસની છાવણીમાં સન્નાટો પ્રસરી ગયો હતો. રાવલ પાલિકામાં ભાજપને 8 અને કોંગ્રેસને ફકત 4 બેઠક મળી હતી. અત્રે નોંધનીય છે કે, વર્ષ-2015 ની ચૂંટણીમાં રાવલ નગરપાલિકમાં કોંગ્રેસનું શાસન હતું. સિકકા નગરપાલિકામાં કુલ 7 વોર્ડની 28 બેઠકમાંથી કોંગ્રેસને 14 બેઠક, ભાજપને 12 અને એનસીપીને 2 બેઠક મળી હતી. ગત ચૂંટણીમાં સિકકા નગરપાલિકમાં કોંગ્રેસનો વિજય થયો હતો.

Comments

Popular posts from this blog

આવતી કાલથી હાલાર સહિત સૌરાષ્ટ્રના આ રેલ્વે સ્ટેશન પરથી રીજર્વેશન-રીફંડ સેવા શરુ..

જામનગર : જિલ્લા અને છ તાલુકા પંચાયત અને સિક્કા નગરપાલિકાના ભાજપના ઉમેદવારો જાહેર

જામનગર મહાનગરનો મહાજંગ : આ ૯૯ ઉમેદવારો ભાજપ-કોંગ્રેસનું ચિત્ર બગાડશે